News Portal...

Breaking News :

ડાયાબિટીક કેરે બ્લડ સુગર લેવલ ઘટાડવાના દાવા સાથેની એડ મામલે બાબા રામદેવ સામે વધુ એક કેસ

2024-05-22 10:27:49
ડાયાબિટીક કેરે બ્લડ સુગર લેવલ ઘટાડવાના દાવા સાથેની એડ મામલે  બાબા રામદેવ સામે વધુ એક કેસ


યોગગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણની કંપની પતંજલિના ઉત્પાદનની જાહેરાત મામલે પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અન્ય એક કોર્ટે બંનેને 3 જૂને હાજર થવા માટે નોટિસ ફટકારી છે.


 આ કેસ મલયાલમ અને અંગ્રેજી અખબારોમાં ભ્રામક જાહેરાતોમામલે સંબંધિત છે. આ કેસમાં કોઝિકોડમાં ન્યાયિક ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટે તેમને 3 જૂને હાજર થવા માટે આદેશ આપ્યો છે.આ વર્ષના એપ્રિલ મહિનામાં કોઝિકોડના આસિસ્ટન્ટ ડ્રગ કંટ્રોલરની ઓફિસમાં  ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે ડ્રગ્સ અને જાદુઈ સારવાર (વાંધાજનક જાહેરાત) એક્ટ, 1954ની કલમ 10, કલમ 3(બી) અને 3(ડી) તથા 7(એ) હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. 


હાલમાં જ હરિદ્વારની એક કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને હાજર થવામાં નિષ્ફળ રહ્યા બાદ સમન્સ જારી કર્યા હતા.પતંજલિના ઉત્પાદનોમાંથી એક દિવ્યા લિપિડોમએ કોલેસ્ટ્રોલ અને ડિસ્લિપિડેમિયા ઘટાડવાનો દાવો કર્યો હતો.  પતંજલિ ન્યુટ્રેલા ડાયાબિટીક કેરે બ્લડ સુગર લેવલ ઘટાડવા અને શરીરના વજનને નિયંત્રિત કરવાનો દાવો કર્યો હતો. એક્ટની કલમ 3 અમુક રોગો અને વિકારની સારવાર માટે અમુક દવાઓની જાહેરાત પર પ્રતિબંધ મૂકે છે. જો દોષી સાબિત થાય તો છ મહિના સુધીની જેલ અથવા દંડ થઈ શકે છે.

Reporter: News Plus

Related Post