News Portal...

Breaking News :

ભારત જેટલું માંગશે એટલું ઓઈલ આપીશું રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સ્પષ્ટ કર્યું

2026-04-16 13:19:13
ભારત જેટલું માંગશે એટલું ઓઈલ આપીશું રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સ્પષ્ટ કર્યું


દિલ્હી : વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક- રાજકીય તણાવ અને અમેરિકાની પ્રતિબંધોની ધમકીઓ વચ્ચે ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બની રહી છે. 


ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સ્પષ્ટ કર્યું છે કે રશિયા ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકાનું સંપૂર્ણ સમર્થન કરે છે અને કોઈપણ અવરોધ વિના ભારતની ઉર્જા તેમજ સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરવા કટિબદ્ધ છે.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ છતાં રશિયાએ ભારતને ઉર્જા ક્ષેત્રે મોટી ખાતરી આપી છે. રાજદૂત અલિપોવે જણાવ્યું કે રશિયા ભારતની જરૂરિયાત મુજબ કાચું તેલ અને LPG સપ્લાય કરવા તૈયાર છે. 


તેમણે અમેરિકા અને યુરોપને 'અવિશ્વસનીય ભાગીદાર' ગણાવ્યા અને આક્ષેપ કર્યો કે પ્રતિબંધોની ધમકીઓ આપીને અમેરિકા ભારત-રશિયાના સંબંધોમાં નુકસાનકારક ભૂમિકા ભજવી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં રશિયાથી ભારતની તેલ આયાતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

Reporter: admin

Related Post