News Portal...

Breaking News :

રશિયાએ યુક્રેનનાં રહેણાંક વિસ્તારો પર અનેક મિસાઇલોે અને ડ્રોનથી હુમલો કર્યો

2026-04-17 10:07:24
રશિયાએ યુક્રેનનાં રહેણાંક વિસ્તારો પર અનેક મિસાઇલોે અને ડ્રોનથી હુમલો કર્યો


કીવ : રશિયાએ યુક્રેનનાં રહેણાંક વિસ્તારો પર અનેક મિસાઇલોે અને ડ્રોનથી હુમલો કર્યો હતો. 


આ હુમલાઓ સવારથી લઇને રાત સુધી ચાલુ રહ્યાં હતાં. જેમાં ૧૬ લોકોનાં મોત થયા છે અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.આ હુમલાને કારણે ડરી ગયેલા લોકો પોતાના ઘરોની બહાર નીકળ્યા ન હતાં. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર છેલ્લા બે સપ્તાહનાં સૌથી મોટા હવાઇ હુમલામાં  ૭૦૦ ડ્રોન અને અનેક બેલેસ્ટિક તથા ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવી હતી.


યુક્રેનનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર રશિયાએ આ હુમલો રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને કર્યો હતો. કીવનાં ૫૪ વર્ષીય રહેવાસી તેતિયાના સોકોલે જણાવ્યું હતું કે બે મિસાઇલો તેમના ઘર પાસે પડી હતી. યુએનનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનનાં ૧૫,૦૦૦થી વધુ સામાન્ય નાગરિકોનાં મોત થયા છે

Reporter: admin

Related Post