વડોદરા મહાનગરપાલિકાની આવનારી મતગણતરીને ધ્યાનમાં રાખીને કલેક્ટરે પોલિટેકનિક કોલેજ ખાતે બનાવાયેલા કાઉન્ટિંગ સેન્ટરની મુલાકાત લઇ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.

મતગણતરી માટે અલગ-અલગ વોર્ડ મુજબ રૂમ ફાળવવામાં આવ્યા છે. વોર્ડ નં. 1, 2 અને 3ની મતગણતરી રૂમ નં. 25માં, વોર્ડ નં. 4, 5 અને 6ની રૂમ નં. 84માં અને વોર્ડ નં. 7, 8 અને 9ની રૂમ નં. 85માં યોજાશે.તે ઉપરાંત વોર્ડ નં. 10, 11 અને 12ની ગણતરી રૂમ નં. 78માં તથા વોર્ડ નં. 13, 14 અને 15ની મતગણતરી રૂમ નં. 33માં કરવામાં આવશે.
જ્યારે વોર્ડ નં. 16, 17, 18 અને 19ની મતગણતરી પોલિટેકનિક કોલેજના પ્રથમ માળે આવેલા ડ્રોઇંગ રૂમ ખાતે યોજાશે.મતગણતરી દરમિયાન કડક સુરક્ષા અને વ્યવસ્થિત આયોજન માટે તંત્ર સજ્જ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે
Reporter: admin







