મહાનગરપાલિકાની ચૂંટણીના ગરમાવા વચ્ચે વોર્ડ નંબર 13માં આજે ચૂંટણી પ્રચારના દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

વોર્ડના અપક્ષ ઉમેદવાર સચિન દેવરે અને NCP ઉમેદવાર રાજેશ માળીએ નવાપુરા વિસ્તારમાં વિશાળ જનમેદની સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું.પ્રચાર દરમિયાન ઉમેદવારોએ માળી મોહલ્લા, ગોદડિયા વાસ અને વિવિધ સ્લમ વિસ્તારોમાં પદયાત્રા કરી હતી. નવાપુરામાં ઢોલ-નગારાના નાદ સાથે નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. લોકસંપર્ક દરમિયાન સ્થાનિક રહીશોએ ઉમેદવારો સમક્ષ વિસ્તારની વર્ષો જૂની સમસ્યાઓનો પહાડ રજૂ કર્યો હતો.

ખાસ કરીને ગટર, પીવાના પાણીની અછત અને સફાઈના અભાવ જેવી પાયાની સુવિધાઓ અંગે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.સ્થાનિકોની રજૂઆતો સાંભળ્યા બાદ સચિન દેવરે અને રાજેશ માળીએ ખાતરી આપી હતી કે, તેઓ માત્ર ચૂંટણી પૂરતા મર્યાદિત નથી, પરંતુ ચૂંટાયા બાદ આ તમામ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવો એ તેમની પ્રાથમિકતા રહેશે. સ્લમ વિસ્તારોના ઉત્થાન માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા ઉમેદવારોના આ પ્રચારે વોર્ડ નંબર 13માં રાજકીય સમીકરણો તેજ કરી દીધા છે.


Reporter: admin







