News Portal...

Breaking News :

ભાજપ ધારાસભ્ય પ્રીતમ લોધીના પુત્ર દિનેશ લોધીએ પોતાની થાર કાર વડે પાંચ લોકોને ટક્કર મારી

2026-04-17 11:05:11
ભાજપ ધારાસભ્ય પ્રીતમ લોધીના પુત્ર દિનેશ લોધીએ પોતાની થાર કાર વડે પાંચ લોકોને ટક્કર મારી


શિવપુરી: મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં સત્તાના નશામાં ચૂર એક ધારાસભ્યના પુત્રની દબંગાઈનો મામલો સામે આવ્યો છે. 

પિછોરના ભાજપ ધારાસભ્ય પ્રીતમ લોધીના પુત્ર દિનેશ લોધીએ પોતાની પૂરપાટ ઝડપે જતી થાર કાર વડે પાંચ લોકોને ટક્કર મારી દીધી હતી.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે દિનેશ લોધી પોતાની થાર કાર લઈને કરેરા તરફ જઈ રહ્યા હતા. કારની ઝડપ એટલી વધારે હતી કે તેણે બાઈક સવાર ત્રણ લોકો અને અન્ય બે રાહદારીઓને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકો ભેગા થઈ ગયા હતા. 


જોકે, ધારાસભ્યના પુત્રના ચહેરા પર કોઈ પસ્તાવો જોવા મળ્યો નહોતો. વાયરલ વીડિયોમાં દિનેશ લોધી ઈજાગ્રસ્તોને જ દોષી ઠેરવતા કહી રહ્યા છે કે, "જ્યારે મેં હોર્ન વગાડ્યું તો તમે લોકો સામેથી કેમ ન હટ્યા?" આ સાંભળી લોકોએ રોષે ભરાઈને પૂછ્યું હતું કે, "તો શું તમે લોકોને મારી નાખશો?"ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ઈજાગ્રસ્તોની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિનેશ લોધીનું વલણ પોલીસ સ્ટેશનમાં પણ આક્રમક રહ્યું હતું. હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે કાયદેસરની તપાસ કરી રહી છે.

Reporter: admin

Related Post