લુધિયાણા:પંજાબ સરકારના શક્તિશાળી મંત્રી સંજીવ અરોરાના ઘરે આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દરોડા પાડ્યા છે.
મની લોન્ડરિંગ અને જમીન કૌભાંડના આરોપો હેઠળ થઈ રહેલી આ કાર્યવાહીને કારણે પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.આજે સવારે લુધિયાણામાં મંત્રી સંજીવ અરોરાના આવાસને EDની ટીમે ચારે બાજુથી સીલ કરી દીધું હતું. ઘરની બહાર કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને કોઈને પણ અંદર કે બહાર જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. અરોરાના ઘર ઉપરાંત તેમના અન્ય વ્યાપારીક ઠેકાણાઓ પર પણ તપાસ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા 'હેમ્પટન હોમ્સ' પ્રોજેક્ટ સાથે જોડાયેલી જમીનમાં થયેલી ગેરરીતિઓ અંગે છે. આરોપ છે કે જે જમીન સરકાર દ્વારા ઉદ્યોગ બનાવવા માટે આપવામાં આવી હતી, ત્યાં કોલોની બનાવી દેવામાં આવી છે. આ ઉપરાંત વિદેશી લેવડદેવડમાં થયેલી કથિત અનિયમિતતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Reporter: admin







