આગામી 26મીએ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડોદરા મહાનગર બીજેપી દ્વારા 14 મુદાઓનું ચૂંટણી ઘોષણાપત્ર 2026 રજૂ કરવામાં આવ્યું

આ પ્રસંગે શહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની, વિધાનસભા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.વડોદરા મહાનગરના કારેલીબાગ સ્થિત નમો કમલમ કાર્યાલય ખાતે બપોરે શહેર અધ્યક્ષ ડૉ જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં યોજયેલ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ચૂંટણી ઘોષણાપત્ર 2026*નું વિમોચન કરવામાં આવ્યું.

ડૉ.જયપ્રકાશ સોની દ્વારા ઘોષણા પત્રમાં સમાવેશ કરાયેલ વિવિધ મુદ્દાઓ પાણી,સ્વાસ્થ્ય, ટ્રાન્સપોર્ટેશન, રસ્તાઓ, વિકાસના વિવિધ કામો થકી વડોદરાના નગરજનો મળનારી સુવિધાઓ વિશે જાણકારી આપી હતી.


Reporter: admin







