ખાખીને શર્મશર કરતી વધુ એક ઘટના સામે આવી છે. પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. ચારણે લવજીહાદનો કેસ ન કરવા બદલ ₹2 લાખની લાંચ માંગ્યાનો આરોપ સામે આવ્યો છે.

આ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી.માહિતી મુજબ, શરૂઆતમાં PI અને વચેટિયા સાજિદઅલી સૈયદે મળીને ₹6 લાખની માંગણી કરી હતી. બાદમાં વાટાઘાટો પછી ₹2 લાખમાં સોદો નક્કી થયો હતો.

ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા ટ્રેપ ગોઠવાયો હતો.આજરોજ વચેટિયો સાજિદઅલી સૈયદ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાયો હતો. ત્યારબાદ ACBએ PI વી.એ. ચારણની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે.
Reporter: admin







