વડોદરામાં માળી સમાજના અગ્રણી સંજયભાઈ માળીએ ભાજપ સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.

તેમનો આરોપ છે કે ભાજપ કાર્યાલય પર રજૂઆત કરવા છતાં તેમની વાત સાંભળવામાં આવી નથી. સમાજની મુખ્ય ફરિયાદોમાં ફૂલોની દુકાનો હટાવવી, સરકારી નોકરીઓનું ખાનગીકરણ અને વારસદારોને નોકરી આપવાનો કાયદો બંધ કરવાના મુદ્દા સામેલ છે.

વધુમાં, તેમણે આક્ષેપ કર્યો કે કોર્પોરેટરોના ભ્રષ્ટાચારને કારણે માળી સમાજને આર્થિક નુકસાન થયું છે. વિરોધના પ્રતીક રૂપે કાર્યકરોએ ભાજપના ખેસ ઉતારી દીધા હતા અને જાહેરાત કરી હતી કે આગામી ચૂંટણીમાં તેઓ ભાજપને મત નહીં આપે અને કોઈ પણ પક્ષને પ્રચાર કરવા દેશે નહીં.

Reporter: admin







