News Portal...

Breaking News :

લાહોરના એક ન્યૂઝ ચેનલની ઓફિસ બહાર અજ્ઞાત હુમલાખોરોએ અમીર હમઝાને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો

2026-04-16 13:17:56
લાહોરના એક ન્યૂઝ ચેનલની ઓફિસ બહાર અજ્ઞાત હુમલાખોરોએ અમીર હમઝાને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો


લાહોર : પાકિસ્તાનમાં ફરી એકવાર 'અજ્ઞાત બંદૂકધારી' સક્રિય થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. 


આ વખતે લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્ય અને હાફિઝ સઈદના અત્યંત નજીકના ગણાતા આતંકી અમીર હમઝા પર જીવલેણ હુમલો થયો છે. લાહોરના એક ન્યૂઝ ચેનલની ઓફિસ બહાર અજ્ઞાત હુમલાખોરોએ અમીર હમઝાને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, ગોળીબારની આ ઘટનામાં અમીર હમઝા ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. 


પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી હુમલાખોરોનો કોઈ પત્તો મળ્યો નથી.અમીર હમઝા લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્યોમાંનો એક છે અને તે આતંકી હાફિઝ સઈદનો ખૂબ જ નજીકનો સાથી માનવામાં આવે છે. હમઝા ભારત વિરુદ્ધ અનેક આતંકી કાવતરાંઓ અને મોટા હુમલાઓનો માસ્ટરમાઈન્ડ રહ્યો છે. ભારત સરકારે લાંબા સમયથી તેને વોન્ટેડ લિસ્ટમાં રાખ્યો છે.

Reporter: admin

Related Post