સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી, ૧૦ આરોપીઓ વોન્ટેડ
માંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો, ચૂંટણી પહેલા સખત કાર્યવાહી
ગઈ કાલે વડોદરા શહેરના માંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પ્રોહિબિશન અંગે મોટી કટિંગ રેઇડ કરી છે. આ રેઇડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૬,૬૬૯ બોટલો (કિંમત રૂ. ૪૩,૪૬,૯૩૦/-) સહિત કુલ રૂ. ૧,૪૦,૪૭,૦૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.રેઇડ દરમિયાન ૬ આરોપીઓને પકડવામાં આવ્યા છે. તેમની ઓળખ મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ હરસિંગાણી, સુનિલ મોતીલાલ ટેલર (દરજી), દમેન્દ્ર ઉર્ફે લાલો સાંપતસિંહ ચૌહાણ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ સાંપતસિંહ ચૌહાણ, નવક્રમસિંહ કદવાસિંહ અને કીર્તિકુમાર રામલાલ મીણા તરીકે કરવામાં આવી છે.આ ઉપરાંત ૧૦ આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓ પાસેથી ૮ વાહનો, ૧૧ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા પણ કબ્જે કરવામાં આવ્યા છે.આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે હેતુસર સ્ટેટ મોનિટરિંગ સેલ સતત સક્રિય છે. આ કાર્યવાહી દરમિયાન વધુ બે આરોપીઓ સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઈ કેવલરામાણી અને પલકેશ ઉર્ફે પલ્લી કૃષ્ણચંદ રામેચા તથા સંજય ઉર્ફે અન્નો કિશોરસિંહ નસિંગને પણ હસ્તગત કરવામાં આવ્યા છે.સ્ટેટ મોનિટરિંગ સેલના પી.આઈ. દ્વારા ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
Reporter: admin







