News Portal...

Breaking News :

સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની ટીમે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી

2026-04-16 10:54:47
સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની ટીમે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી


ગુજરાતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલયનું ઇન્સ્પેક્શન, રેન્કિંગ અને ગ્રાન્ટ માટે મહત્વપૂર્ણ મુલાકાત



સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની ટીમ સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઇન્સ્પેક્શન દરમિયાન 
સેન્ટ્રલ ઝુ ઓથોરિટી (CZA)ની ટીમે વડોદરા મહાનગર પાલિકા સંચાલિત સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે. ગુજરાતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલયોમાંના એક તરીકે જાણીતા આ ઝુનું સંચાલન, વહીવટ અને પ્રાણીઓની સુખાકારીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની ટીમ ભારતભરના વિવિધ પ્રાણી સંગ્રહાલયોની મુલાકાતે નીકળી છે. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ઝુઓના ઇન્સ્પેક્શન સાથે સંચાલન અને વહીવટી પ્રક્રિયાઓમાં સુધારો લાવવાનો છે. 


ટીમ ઝુના રેન્કિંગનું મૂલ્યાંકન કરે છે, જેના આધારે ભારત સરકાર તરફથી વિવિધ ગ્રાન્ટ અને આર્થિક સહાય મળી શકે છે.સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય વડોદરા શહેરના હૃદયમાં આવેલું છે અને તે શિક્ષણ, સંશોધન તેમજ વન્યજીવ સંરક્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. CZAના માર્ગદર્શિકા અનુસાર ઝુમાં પ્રાણીઓના રહેઠાણ, તેમની સુખાકારી, સ્વચ્છતા અને આધુનિક વ્યવસ્થાપનની તપાસ કરવામાં આવી છે. ટીમે એન્ક્લોઝર્સ, પ્રાણીઓની આરોગ્ય સેવા, ફીડિંગ વ્યવસ્થા અને વિઝિટર્સ મેનેજમેન્ટની પણ સમીક્ષા કરી છે.વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓએ ટીમને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. આ મુલાકાત પછી સયાજીબાગ ઝુને CZA તરફથી મળનાર રેન્કિંગ અને ગ્રાન્ટની રકમ નક્કી થશે, જે ઝુના વિકાસ અને આધુનિકીકરણમાં મદદરૂપ થશે.આ મુલાકાત વડોદરાના પ્રાણી સંગ્રહાલયને વધુ સારી સ્થિતિમાં લાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Reporter: admin

Related Post