ચેક બાઉન્સ કેસમાં કોર્ટ વોરંટ બાદ ફરાર આરોપીની ધરપકડ
સમન્સ-વોરંટ ટીમે બાતમીના આધારે આરોપીને પકડી કોર્ટમાં રજુ કર્યો
વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા વોરંટના આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત પાણીગેટ પોલીસ સ્ટેશને નોંધપાત્ર કામગીરી કરી ચેક બાઉન્સના કેસમાં વોરંટ ધરાવતા આરોપીને ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ, ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલ દ્વારા સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેના આધારે સમન્સ-વોરંટ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઈ. દિનુભાઈ ભારાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિશાલ ધર્મશી ને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન આરોપી અશ્ફાકભાઈ યુસુફભાઈ પાસલિયા (રહે. બી-7, કલ્યાણ સોસાયટી, અનુરૂદ્ધા સોસાયટી સામે, પાણીગેટ રોડ, વડોદરા) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સનો ગુનો નોંધાયો હતો.નામદાર કોર્ટ દ્વારા સી.સી. નંબર 63101/2025 અંતર્ગત તા. 25/03/2026થી સજા વોરંટ જારી કરવામાં આવ્યું હતું. પરંતુ આરોપી કોર્ટમાં હાજર ન થતા તે ફરાર ગણાતો હતો.પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલ, એ.એસ.આઈ. દિનુભાઈ ભારાભાઈ, હેડ કોન્સ્ટેબલ ગણેશ બહાદુર અને કોન્સ્ટેબલ વિશાલ ધર્મશીનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.
Reporter: admin







