News Portal...

Breaking News :

કાકા, ખોટું બોલવું ધારાસભ્યનો જન્મ સિદ્ધ અધિકાર નથી

2026-04-16 10:50:13
કાકા, ખોટું બોલવું ધારાસભ્યનો જન્મ સિદ્ધ અધિકાર નથી


કાકાનાં ઘરનાં પરિસરમાં બનેલી સત્ય ઘટનાને જ્યારે આંઠ ટર્મનાં ધારાસભ્ય પોતે નકારે ત્યારે તેમનાં ઉપર દયા આવે..
શહેર પ્રમુખ જુઠ્ઠા છે કે ધારાસભ્ય પોતે જુઠ્ઠા છે તે તો સમય જ બતાવશે.IB પાસે સમગ્ર ઘટનાંનો રિપોર્ટ કઢાવી શકાય.જો આ વિડીયો ખોટો ના હોય તો ધારાસભ્ય ઉપર આકરા પગલા લઈ શકાય.
શિવભક્ત કાકા, રાજકારણમાં ટકી રહેવા માટે ખોટું બોલવું અનિવાર્ય નથી.રાજકારણમાં 50 વર્ષ કાઢ્યા હોય તો એ ધારાસભ્ય આટલી હદે ખોટું ન જ બોલે.તાજી ઘટનાંને નકારે તો નહી જ.
વડોદરા સ્માર્ટ સિટી પાસે સીસીટીવીનું જબરદસ્ત નેટવર્ક છે. જે તે કાર્યકરોનાં ધટનાં સ્થળનાં લોકેશન ચેક કરી શકાય.. 
માંજલપુરમાં ‘કાકા’નો કાંડ: AIનો બહાનું ફેલ, પોતાના કાર્યકરોએ જ ખોલી પોલ!..
વાયરલ વીડિયોને AI ફેક કહીને બચવાના પ્રયાસ વચ્ચે જ સાક્ષી બનેલા કાર્યકરોએ કર્યો સ્ફોટક ખુલાસો, ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લો પડ્યો.. 
સ્થાનિક સામે આયાતી ઉમેદવારનો વિવાદ ચરમસીમાએ, સિનિયર ધારાસભ્યનાં નિવેદનો પર સવાલો—શિસ્ત કે સત્તા, હવે પાર્ટી માટે.



વડોદરાનાં રાજકારણમાં અત્યારે માંજલપુરનાં ધારાસભ્ય યોગેશ પટેલનો વીડિયો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. એક વાયરલ વીડિયોમાં યોગેશ પટેલે શહેર પ્રમુખ વિશે કરેલી કથિત ટિપ્પણી બાદ વડોદરા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. આશ્ચર્યની વાત એ છે કે આઠ-આઠ ટર્મથી વિજેતા થતા સિનિયર ધારાસભ્ય હવે આ વીડિયોને AI જનરેટેડ ગણાવી રહ્યા છે, પરંતુ પ્રત્યક્ષદર્શી કાર્યકરોએ જ તેમની પોલ ખોલી નાખી છે.જો કે ‘ગુજરાતની અસ્મિતા’ સાથેની ખાસ વાતચીતમાં તે દિવસે હાજર રહેલા બે કાર્યકરોએ સ્ફોટક ખુલાસો કર્યો છે. કાર્યકરોએ જણાવ્યું કે અમે સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે તેવી રજૂઆત કરવા કાકા પાસે ગયા હતા. તે દિવસે 8 થી 10 કાર્યકરોની હાજરીમાં આ વાતચીત થઈ હતી. આ કોઈ AI વીડિયો નથી, પરંતુ સત્ય છે. કાકા હવે ખોટું બોલી રહ્યા છે; અમે પોતે ત્યાં રૂબરૂ હાજર હતા.યોગેશ પટેલે મીડિયા સમક્ષ બચાવ કરતા બેવડી વાતો કરી હતી. એક તરફ તેમણે કહ્યું કે આ AI નો જમાનો છે, કોઈ પણનો અવાજ કે ચહેરો બદલી શકાય છે, તો બીજી જ ક્ષણે તેમણે સ્વીકાર્યું કે આ વીડિયો ટિકિટો જાહેર થઈ તે સમયનો લાગે છે. જો વીડિયો ખરેખર AI ફેક હોય, તો ધારાસભ્ય હજુ સુધી પોલીસ ફરિયાદ કેમ નથી કરી રહ્યા? એવો પ્રશ્ન રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.મોટી ઉંમરના નેતા દ્વારા કાર્યકરોને જ ખોટા પાડવાનો પ્રયાસ થતા સંગઠનમાં નારાજગી વધી છે. વડોદરા ભાજપમાં હાલ ભડકો બહાર આવ્યો છે. માંજલપુરનાં ધારાસભ્ય યોગેશ પટેલ ભલે તેને એઆઈ વીડિયો ગણાવીને પલ્લું છોડાવતા હોય, પરંતુ તેમના જ વફાદાર કાર્યકરોએ તેમને અરીસો બતાવી દીધો છે.

વીડિયો સાચો, અમે જાતે હાજર હતા”
રમેશભાઈએ જણાવ્યું કે  સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાને બદલે આયાતી ઉમેદવારને ટિકિટ આપવા સામે જ તેમનો વિરોધ હતો, પાર્ટી સામે નહીં. તેમણે કહ્યું કે તેમની સાથે લગભગ 35 કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા હતા, જેમાં જેવંતભાઈ, અરવિંદ પરમાર અને અરવિંદ મકવાણા જેવા જૂના અને સક્ષમ કાર્યકર્તાઓ હતા. રમેશભાઈએ સ્પષ્ટ કર્યું કે તેઓ એસ.સી. મોરચાનાં પ્રમુખ છે અને તેમની નીચે 25-30 કાર્યકર્તાઓ કામ કરે છે, તેથી વિરોધ SC અથવા OBCનો નથી. તેમણે કહ્યું કે ફોર્મ ભરવાનાં દિવસે જ તેઓ કાકાને મળવા ગયા હતા. કાકાનાં વાયરલ વીડિયોને AI ફેક કહેવા અંગે રમેશભાઈએ હસતાં-હસતાં કહ્યું કે તે દિવસે 8-10 કાર્યકર્તાઓ હાજર હતા અને વીડિયો ખરેખર બનાવવામાં આવ્યો હતો.

રમેશ વણકર, વોર્ડ 18 નાં નારાજ કાર્યકર્તા 



સ્થાનિકને પ્રાથમિકતા માંગતા કાર્યકરનો આક્રોશ, ‘કાકા’ સમક્ષ રજુઆત
હસમુખભાઈએ  વાતચીતમાં જણાવ્યું કે તેઓ ‘કાકા’ને મળવા ગયા હતા. તેમની મુખ્ય માંગણી એ હતી કે આગામી સમયમાં કોઈ પણ બહારનાં ઉમેદવારને ટિકિટ ન આપવી જોઈએ અને સ્થાનિક વ્યક્તિને જ પ્રાધાન્ય આપવામાં આવે.જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સામી બાજુથી શું આશ્વાસન મળ્યું, ત્યારે હસમુખભાઈએ કહ્યું કે તેમને ખાસ કંઈ ખ્યાલ નથી, કારણ કે તે સમયે તેઓ પોતાની જ ધૂનમાં હતા.
હસમુખ વણકર, નારાજ કાર્યકર, વોર્ડ 18

શહેર પ્રમુખ જે.પી. સોનીનું મૌન
આ વિવાદ અંગે જ્યારે શહેર ભાજપ પ્રમુખ જે.પી. સોનીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે નામ સાંભળતા જ તેમણે ફોન કાપી નાખ્યો હતો. પ્રમુખનું મૌન સૂચવે છે કે પક્ષમાં બધું બરાબર નથી.
એઆઇ વીડિયો કહીને બચવાનું છેલ્લું હથિયાર?
જ્યારે નેતાઓ કેમેરામાં કેદ થઈ જાય છે, ત્યારે હવે નવું બહાનું AI ફેકનું સામે આવ્યું છે. પરંતુ યોગેશ પટેલનાં કેસમાં કાર્યકરો પોતે સાક્ષી હોવાથી ટેકનોલોજીના ઓથા હેઠળ સત્ય છુપાવવું મુશ્કેલ બની રહ્યું છે. પ્રદેશ નેતૃત્વ સુધી આ વાત પહોંચતા કાકા ભીંસમાં મુકાયા છે.
સ્થાનિક વિરુદ્ધ આયાતી ઉમેદવારનો જંગ
માંજલપુરનાં પાયાનાં કાર્યકરોની મુખ્ય માંગ એ હતી કે બહારનાં લોકોને ટિકિટ આપી પેરાશૂટ ઉમેદવારો ન થોપવામાં આવે. આ રજૂઆત દરમિયાન જ ધારાસભ્યના સંયમની સીમા તૂટી હતી અને શહેર પ્રમુખ વિરુદ્ધ એલફેલ નિવેદન અપાયું હોવાનું મનાય છે.
8-8 ટર્મના ધારાસભ્યની શાખ દાવ પર
યોગેશ પટેલ વડોદરાનાં સૌથી સિનિયર ધારાસભ્ય છે. તેમણે કહ્યું કે મારા મોઢેથી કોઈની ખરાબ વાત નીકળતી નથી, પરંતુ વાયરલ વીડિયો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યો છે. મોટી ઉંમરના નેતા દ્વારા કાર્યકરોને જ ખોટા પાડવાનો પ્રયાસ થતા સંગઠનમાં નારાજગી વધી છે
શિસ્તભંગ કે રાજકીય અસંતોષ?
ભાજપ હંમેશા શિસ્તની વાતો કરે છે, પરંતુ અહીં ધારાસભ્ય અને પ્રમુખ વચ્ચેનો વિખવાદ જાહેરમાં આવ્યો છે. શું શિસ્ત સમિતિ આટલા સિનિયર ધારાસભ્ય સામે પગલાં લેવાની હિંમત બતાવશે? કે પછી જીતનાં નામે બધું ઢાંકી દેવામાં આવશે?શહેર પ્રમુખ કે મંડળ પ્રમુખ સામાન્ય રીતે આવા કિસ્સાઓ શિસ્ત સમિતિમાં મોકલીને શિસ્તભંગની ફરિયાદ કરે છે. ત્યારે કાકાનાં કિસ્સામાં આવી કોઈ ફરિયાદ થાય છે કે કેમ તે જોવું રહ્યું.

Reporter: admin

Related Post