ભાજપનો દાવો—યુવાનો વિકાસ અને વિચારધારા તરફ આકર્ષાય છે
ભાજપે વિચારધારાની જીત ગણાવી, વિરોધ પક્ષે દબાણના આક્ષેપ કર્યા
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ વધુ ગરમાયો છે. વોર્ડ નંબર 2માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં રહેલી ભૂમિ પ્રજાપતિએ અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. ભાજપે આ ઘટનાને પોતાના પક્ષની વિચારધારા અને પ્રભાવ સાથે જોડીને રજૂ કરી છે. રાજકીય નિરીક્ષકોના મતે, આ ઘટના વડોદરાની ચૂંટણીમાં મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. એક તરફ ભાજપ આને પોતાની વિચારધારાની જીત તરીકે રજૂ કરી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ માટે આ ઘટના સંસ્થાગત પડકાર તરીકે સામે આવી છે.આ સમગ્ર ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક સ્તરે પણ રાજકીય વ્યૂહરચનાઓ કેટલી અસરકારક બની શકે છે. ખાસ કરીને યુવાનો અને સમાજના આગેવાનોની ભૂમિકા ચૂંટણીના પરિણામોને અસર કરી શકે છે.હાલમાં તમામની નજર આગામી દિવસોમાં થનારી રાજકીય હલચલ પર છે, ખાસ કરીને જ્યારે હર્ષ સંઘવીનો વડોદરા પ્રવાસ નિર્ધારિત છે. હવે જોવું રહ્યું કે આ મુદ્દો આગળ કેવી દિશા લે છે અને ચૂંટણી પર તેનો કેટલો પ્રભાવ પડે છે.આ દરમિયાન ભાજપના નેતાએ ખાસ કરીને ભૂમિ પ્રજાપતિના મામલે કહ્યું કે તેઓ મૂળથી ભાજપની વિચારધારા તરફ ઝૂકેલા હતા અને સમાજના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ તેમણે પોતાનો નિર્ણય બદલ્યો. ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ડો વિજય શાહે જણાવ્યું કે રાજ્ય અને દેશના નેતૃત્વ હેઠળ વિકાસના કામોને કારણે લોકો ભાજપ સાથે મજબૂત રીતે જોડાયેલા છે. તેમણે નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના કામોની પ્રશંસા કરતાં કહ્યું કે ગુજરાતના મોટાભાગના મતદારો ભાજપની વિચારધારાને સમર્થન આપે છે. સમાજના આગેવાનો જેમ કે જયેશભાઈ પ્રજાપતિ, જયંતીભાઈ મેઘાણી અને ધર્મેશભાઈ પ્રજાપતિ સાથે ચર્ચા કરીને પરિવારને પણ સમજાવવામાં આવ્યો હતો. તેમના કહેવા મુજબ, એક યુવાન તરીકે ભૂમિ પ્રજાપતિએ પોતાની ભૂલ સ્વીકારી અને યોગ્ય સમયે ઉમેદવારી પરત ખેંચવાનો નિર્ણય લીધો.આ સાથે ભાજપે દાવો કર્યો કે તેમના ઉમેદવાર ભૂમિકાબેન બ્રહ્મભટ્ટ હવે બિનહરીફ જીત્યા છે, જે પક્ષ માટે મોટી સિદ્ધિ ગણાઈ રહી છે. ભાજપે આ ઘટનાને યુવાનોમાં પોતાની વધતી લોકપ્રિયતા તરીકે રજૂ કરી છે.જો કે, આ મુદ્દે વિરોધ પક્ષોમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ઉમેદવારી પરત ખેંચાવવા પાછળ દબાણ હોઈ શકે છે, જોકે ભાજપે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે.
વિચારધારાની જીત: વિરોધીઓ પર ભાજપનો તીખો પ્રહાર
ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને મોદી સાહેબના નેતૃત્વને કારણે ગુજરાતના મોટાભાગના મતદારો અમારી સાથે જોડાયેલા છે.આમ આદમી પાર્ટીને આ વખતે ઘણા સ્થળોએ ઉમેદવારો પણ મળ્યા નથી.“કોંગ્રેસે ઘણા એવા લોકોને ઉમેદવાર બનાવ્યા છે જેમણે ક્યારેય પક્ષમાં કામ કર્યું નથી.“ભૂમિબેન પ્રજાપતિને કોંગ્રેસે ટિકિટ આપી હતી, પરંતુ એનું મન કોંગ્રેસમાં નહોતું.“સમાજના આગેવાનો સાથે વાત કરીને અમે એમને સમજાવ્યા હતા.“યુવાન દીકરી ખોટી દિશામાં જાય તો એને સમજાવવું આપણી ફરજ છે.“હર્ષ સંઘવી સાહેબ પ્રત્યેની આસ્થા કારણે તેને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો.“ફોર્મ પરત ખેંચવાના છેલ્લે દિવસે બપોરે 3 વાગ્યા પહેલા એણે ઉમેદવારી પરત ખેંચી.“ભાજપના ઉમેદવાર ભૂમિકાબેન બ્રહ્મભટ્ટ બિનહરીફ જીત્યા છે, તેમને અભિનંદન.જે કોઈ વિચારધારા સાથે જોડાય છે, તેને ભાજપમાં જોડાવાની તક આપવામાં આવશે.“અમારા કાર્યકર્તાઓ હોદ્દા માટે નહીં, પરંતુ કાર્ય માટે કામ કરે છે.”
ડો. વિજય શાહ,પૂર્વ શહેર પ્રમુખ
Reporter: admin







