દિલ્હી : ભાજપની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, 'જનશક્તિ સર્વોપરી! વિકાસ જીત્યો, સુશાસનની જીત થઈ.
દિલ્હીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવવા બદલ તમામ દિલ્હીવાસીઓને મારા વંદન અને અભિનંદન તમે જે અતૂટ વિશ્વાસ અને સ્નેહ વરસાવ્યો છે. તેના બદલ આભાર. અમે દિલ્હીની ચારેબાજુ વિકાસ અને અહીંના લોકોનું જીવન ઉત્તમ બનાવવા માટે કોઈ કસર બાકી રાખીશું નહીં. આ અમારી ગેરેંટી છે. અમે સુનિશ્ચિત કરીશું કે, વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હીની ભૂમિકા મહત્ત્વની બને. મને ભાજપના બધા કાર્યકર્તાઓ પર ગર્વ છે. જેમણે આ પ્રચંડ જનાદેશ માટે દિવસ-રાત એક કરી દીધા હતા. અમે હવે વધુ મજબૂતી સાથે દિલ્હીવાસીઓની સેવામાં સમર્પિત રહીશું.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ AAP સુપ્રીમો કેજરીવાલે શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું છે, કે 'હું જનાદેશ વિનમ્રતાથી સ્વીકારું છું, ભાજપને જીતની શુભકામના. આશા છે કે ભાજપ જનતાની આશા અપેક્ષા પૂર્ણ કરશે.'જો દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાલ સુધીમાં ભાજપે 36 બેઠકો જીતી લીધી છે અને 11 બેઠક પર લીડ સાથે ભાજપે બહુમતી મેળવી લીધી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 19 બેઠક જીતી લીધી છે અને 4 બેઠક પર લીડમાં છે. તો બીજી તરફ કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. સતત ત્રીજી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ એકપણ બેઠક મેળવી શકી નથી.
Reporter: admin