મલાઈ કોફ્તા બનાવવા માટેની સામગ્રીમાં 250 ગ્રામ બટાકા, 2 ચમચી વાટેલા મરચા, 1 ચમચી કોન્ફલોર, 1 ચમચી ટોસ્ટનો ભૂકો, 100 ગ્રામ પનીર, 15 નંગ પિસ્તા, 15 નંગ બદામ, થોડુ કેસર, તેલ અનર મીઠુ જરૂર પ્રમાણે, 2 કપ સફેદ ગ્રેવી, 2 ચમચી માવો, 3 ચમચી ક્રીમ જરૂરી છે.
બટાકા બાફી, તેમાં મીઠુ, લીલા મરચા, કોન્ફલોર, ટોસ્ટનો ભૂકો ઉમેરવો. પનીર છીણી, મસળી લેવું, તેમાં બદામ, પિસ્તાણી કાતરી અને મીઠુ ઉમેરવા. બટાકાના માવામાં પનીરણી પેસ્ટ મૂકી તેમાં ગોળ વાળી ગરમ તેલમાં તળી લેવા. ગ્રેવીમાં માવો ઉમેરી પીરસતી વખતે મુકવા અને ઉપર ક્રીમ ઉમેરી પીરસી લેવું.
Reporter: admin







