News Portal...

Breaking News :

મગની દાળના હેલ્થી ક્રિસ્પી ભજીયા ખુબ ટેસ્ટી અને ઓછા સમયમા બને તેની રીત જાણીશું.

2024-07-29 16:33:06
મગની દાળના હેલ્થી ક્રિસ્પી ભજીયા ખુબ ટેસ્ટી અને ઓછા સમયમા બને તેની રીત જાણીશું.


4 થી 5 વ્યક્તિ માટે ભજીયા બનાવવા દોઢ કપ મગ ની દાળ અને એક કપ અડદની દાળને 4 થી 7 કલાક પલળવા દેવી. હવે બીજી તરફ લીલામરચા તીખાસ પ્રમાણે 3થી 4 સૂકા લસણ ની કળી અને આદુના ટુકડાને છોલીને  પેસ્ટ બનાવવી.


દાળ પલળ્યા પછી તેમાંથી પાણી નિતારીને મિક્ષર જાર મા પીસી લેવું. આ બેટર મા પાણી ઉમેરવાની કોઈ જરૂર નહિ પડે, જેટલું થીક બેટર હશે ભજીયા ટેસ્ટી બનશે. હવે આ બેટરમા બનાવેલી મરચા- લસણ અને આદુની પેસ્ટ ઉમેરો, મીઠુ સ્વાદ અનુસાર ઉમેરો. હવે તેલ ગરમ કરવા મૂકી ભજીયા ઉતારતા જાઓ. 


આ ભજીયા ચા - કોફી સાથે કે ગ્રીન ચટણી કે ટોમેટો સોસ સાથે ખાવામાં ખુબ ટેસ્ટી લાગશે. મગ ની દાળ ખાવી શરીર માટે હેલ્થી છે અને શરીરમા તાકાત મળે છે.

Reporter: admin

Related Post