ઘણા બધા રોગોનો વગર ખર્ચાએ ઈલાજ માત્ર આ વસ્તુથી થાય છે.મસૂર એક ગુણકારી તેમ જ લાભકારી દાળ છે. જે ખાવામાં તે સ્વાદિષ્ટ હોય જ છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. મસૂરની દાળ માં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે.
આયુર્વેદ પ્રમાણે મસૂરની દાળ ઉત્તમ જડીબુટ્ટી છે, જે પોષણ અને ઔષધીય ગુણોથી સમૃદ્ધ છે. હકીકતમાં મસૂરની દાળમાં મળી આવતા પોષક તત્વો તથા ઔષધીય ગુણો સ્વાસ્થ્યની સાથે-સાથે શરીરની ઘણી બીમારીઓથી પણ બચાવે છે. જો આપણે મસૂરની દાળ વિશે વાત કરીએ તો તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. જેમાં ઉર્જા, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, કેલ્શિયમ,આયર્ન,પોટેશિયમ અને વિટામિન સી જેવાં પોષક તત્વો મળી આવે છે. જે તમારા શરીરની ઘણી બીમારીઓથી દૂર રાખે છે. મસૂરની દાળ માં મળી આવતું ફાઇબર પાચન સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. જે પાચનક્રિયામાં સુધારો કરી ભોજન ને સારી રીતે પચાવે છે. આ સિવાય તેમાં રહેલું ફાઈબર કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાઓથી પણ આપણને દૂર રાખે છે.
જે લોકો ડાયાબિટિસની રોગનો સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા લોકો માટે પણ મસૂરની દાળ લાભકારી હોય છે. મસૂરની દાળ માં એવા તત્વો મળી આવે છે, જે બ્લડ શુગરને ઓછું કરી તમને ડાયાબિટીસની બીમારીથી છુટકારો અપાવે છે. શરીરમાં લોહીની અછત પૂરી કરવા માટે મસૂરની દાળનું સેવન કરવું જોઈએ. કારણ કે શરીરમાં આયર્નની કમી લોહીની કમીને કારણે બને છે. જોકે મસૂરની દાળ માં પૂરતા પ્રમાણમાં મળી આવે છે, જે શરીરમાં આયર્નની કમી પૂરી કરી લોહીમાં વધારો કરે છે અને એનીમિયાના રોગીઓને બચાવે છે. ગર્ભાવસ્થા દરમિયાન મસૂરની દાળનું સેવન ગર્ભવતી મહિલાઓને થતી શારીરિક કમજોરી દૂર કરવા માટે કામ કરે છે. આ સિવાય મસૂરની દાળમાં ફોલિક એસિડ મળી આવે છે જે ગર્ભમાં રહેલા બાળક અને ગર્ભવતી મહિલા બન્ને માટે લાભકારી છે.
Reporter: admin