વડોદરાની એમ.એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે NSUI દ્વારા કોમર્સની મેઈન બિલ્ડીંગ ખાતે GCAS પોર્ટલ પર બાકી રહેલી કૉમેર્સની બેઠકો જાહેર કરવામાં ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી પહોંચેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપી ડીનની ઓફીસની બહાર ચોંટાડીને વિરોધ દર્શાવ્યો હતો.
વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવની કોમર્સ ફેકલ્ટી માં GCAS પોર્ટલ પર બાકી રહેલી કૉમેર્સની બેઠકો જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે સુત્રોચાર સાથે છે કોમર્સ ફેકલ્ટી ખાતે NSUI નાવિદ્યાર્થી નેતાઓ ડીન ને રજૂઆત કરવા પહોંચેલા બિન હાજર નહીં હોવાને કારણે વિદ્યાર્થીઓએ આવેદનપત્ર ઓફિસની બહાર લગાવીને વિરોધ દર્શાવ્યો હતો. GCAS દ્વારા રાઉન્ડ 3ની આજથી શરૂઆત થઈ ગઈ છે જેમાં આ રાઉન્ડ 29,30 અને 31 સુધી ચાલશે અને વિદ્યાર્થીઓ તેઓનું રેજીસ્ટ્રેશન કરાવી શકશે. યુનિવર્સિટીની બધી ફેકલ્ટીમાં બાકી રહેલી બેઠકોની જાણ કરવામાં આવી છે જેમાં યુનિવર્સિટીની આર્ટસ, સાયન્સ, હોમ સાયન્સ, પર્ફોર્મિંગ આર્ટસ તેમજ યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીઓ દ્વારા બાકી રહેલી બેઠકો જાહેર કરવામાં આવી છે.
પરંતુ કૉમર્સ ફેકલ્ટી દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી બહાર પાડવામાં આવી નથી..તેમજ કોમર્સની જયારે 4 થી મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવી હતી ત્યારે તે મેરીટ લિસ્ટમાં 400 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાંથી ફક્ત 200 જેવા વિદ્યાર્થીઓ જ વેરિફિકેશન માટે આવ્યા હતા.જેથી હજુ પણ 200 બેઠકો કોમર્સ ફેકલ્ટી માટે ખાલી પડેલી છે.બાકી રહેલી બેઠકો તાત્કાલિક જાહેર કરવમાં આવે જેથી કૉમર્સમાં એડમિસન લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિસન મળી શકે. તેવી માંગ NSUIના વિદ્યાર્થીનેતા દ્વારા કરવામાં આવી હતી. ઓફીસ ની બહાર ચોંટાડીને વિરોધ દર્શાવ્યો હતો.
Reporter: admin