વડોદરા શહેરમાં આગામી 4 ઓગસ્ટના રોજ અમાસ ના દિવસ થી દશામાં પર્વની શહેર માં માંઈ ભક્તો ભક્તિ ભાવપૂર્વક માતાજીની સ્થાપના કરશે.
ઠેકરનાથ યુવક મંડળ દ્વારા શહેરની સૌથી મોટી અને માટીની 27 ફૂટની દશામાની મૂર્તિની સ્થાપના માટે ઠેકરનાથ રહીશો ભક્તિ ભાવ પૂર્વક રાજમાર્ગ પર થી લઇ ગયા હતા.દશામાની આરાધનાનો પર્વ 4 ઓગસ્ટના રોજથી શરૂ થનાર છે. ઠેરઠેર માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવનાર છે. ત્યારે શહેરના ઠેકરનાથ યુવક મંડળ દ્વારા શહેરની સૌથી મોટી અને માટીની 27 ફૂટની દશામાની મૂર્તિની સ્થાપના પણ ઠેકરનાથ વિસ્તારમાં કરવામાં આવનાર છે.
ત્યારે શહેરના માર્ગો પર માતાજીની મૂર્તિ લઈને તેમના સ્થાપના સ્થળે લઈ જવામાં આવી રહી હતી. ભારે હર્ષોલ્લાસ સાથે માતાજીના જયઘોષ વચ્ચે આ મૂર્તિ લઈ જવાઈ હતી.પાણીની ટાંકી પાસેથી પસાર થતાં ભક્તોએ મુર્તિનું સ્વાગત કર્યું હતું. ડીજેના તાલે ભક્તો માતાજીની મૂર્તિ લઈ ગયા હતા.
Reporter: admin