News Portal...

Breaking News :

અમે કોઈપણ ઓથોરિટીને તમામ દસ્તાવેજો આપી શકીએ છીએ: SEBIના ચેરપર્સન માધબી પુરી

2024-08-11 19:59:33
અમે કોઈપણ ઓથોરિટીને તમામ દસ્તાવેજો આપી શકીએ છીએ: SEBIના ચેરપર્સન માધબી પુરી


મુંબઈ : SEBIના ચેરપર્સન માધબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચે રવિવારે સવારે જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં કહ્યું 10 ઓગસ્ટના રોજ પ્રકાશિત હિંડનબર્ગ રિપોર્ટમાં અમારા પર લાગેલા આરોપોના સંદર્ભમાં, અમે કહેવા માંગીએ છીએ કે રીપોર્ટમાં કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોને અમે નકારી કાઢીએ છીએ, એમાં ક્યાંય સત્ય નથી. અમારું જીવન અને નાણાં એક ખુલ્લા પુસ્તક જેવું છે. અમારે જે પણ ખુલાસો આપવાનો જરૂરી હતો, તે તમામ માહિતી વર્ષોથી સેબીને આપવામાં આવી છે.



તેમણે સંયુક્ત નિવેદનમાં કહ્યું કે અમને અમારા કોઈપણ નાણાકીય દસ્તાવેજોને સાર્વજનિક કરવામાં કોઈ વાંધો નથી. અમે તે સમયના નાણાકીય દસ્તાવેજો પણ જાહેર કરી શકીએ છીએ જ્યારે અમે ખાનગી વ્યક્તિગત જીવતા હતા.અમે કોઈપણ ઓથોરિટીને તમામ દસ્તાવેજો આપી શકીએ છીએ.તેમણે હિંડનબર્ગના આરોપોને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા અને કે સંપૂર્ણ પારદર્શિતાને ધ્યાનમાં રાખીને તે ટૂંક સમયમાં આ મામલે વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવશે.


હિંડનબર્ગ રિસર્ચ લગભગ દોઢ વર્ષ પહેલા પહેલીવાર હેડલાઈન્સમાં આવ્યું હતું જ્યારે ફર્મે અદાણી ગ્રુપ પર આરોપો લગાવતો રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ વખતે રિપોર્ટ જાહેર કરતા પહેલા, હિંડનબર્ગ રિસર્ચે શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપડેટમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં ભારત માટે કંઈક મોટું થવાનું છે. તે પછી, તેનો અહેવાલ શનિવારે મોડી સાંજે બહાર આવ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે અદાણી જૂથ સામે સેબીની તપાસ આગળ વધી રહી નથી કારણ કે SEBI ચેરપર્સન અને તેના પતિના જૂથ સાથે કથિત જોડાણો છે.

Reporter: admin

Related Post