News Portal...

Breaking News :

જય ગણેશ સોસાયટીના પાણીના સેમ્પલ લેવાયા

2025-05-16 10:34:52
જય ગણેશ સોસાયટીના પાણીના સેમ્પલ લેવાયા


વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 11માં આવેલ જય ગણેશ સોસાયટી તથા આસપાસની સોસાયટી રહીશો છેલ્લા 12 વર્ષથી પીવાના પાણીથી વંચીત છે. તે માંગ ને લઇ બુધવાર નાં રોજ માટલા ફોડી ગંડા પાણી બોટલ માં ભરી વિરોધ કર્યો હતો. 


ગુરુવાર નાં રોજ પાલિકા એક્શનમાં આવી હતી અને સોસાયટી માંથી પાણી ન સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોર્પોરેશનાં આધિકારી એ જણાવ્યું છે કે જય ગણેશ સોસાયટી.. ગોરવા ખાતે ગુરુવાર નાં સવારે પાણી ના ટાઈમે ચેક કરાવેલ છે.. પાણી ચોખ્ખું મળે છે..પાણી ના  સેમ્પલ લેવામાં આવેલા હતા જે પીએચએલ રિપોર્ટમાં ચેક પણ કરવામાં આવેલ છે.. 


પાણીમાં કોન્ટામિનેશન જણાયેલું નથી..જય ગણેશ સોસાયટી ના કોન્ટામિનેશનના ના કાયમી ઉકેલ નુ કામ  સને -2021-22 ની વ્યવસાય વેરા ની ગ્રાન્ટમા મંજુર થયેલ હતું. વોર્ડ -11 દ્રારા કામગીરી પણ ચાલુ કરેલ હતી પરંતુ ઘર પાસે ખાડા નહીં કરવા  દેવા મા આવે તેમ કરી ને રહીશો દ્રારા વિરોધ કરી કામ બંધ કરાવેલ હતું.. તેમજ ડ્રેનેજ સફાઈની કામગીરી બાબતે વોર્ડ શાખાએ થી નોટીસ પાઠવેલ છે..

Reporter: admin

Related Post