વડોદરાના કમિશનર અરુણ મહેશ બાબુ અમદાવાદ સહિત રાજ્યના ઘણા સ્થળો પર નોકરી કરીને આવ્યા છે અને મોટે ભાગે તેમને હાઇસિક્યોરિટીની આદત પડેલી છે.

આ ઉપરાંત વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ વડોદરાની હાલત જોઇને બાબુજીને લાગી ગયું કે આવનારા દિવસોમાં સુરક્ષા ખુબ જ જરુરી છે કારણ કે અગાઉના કમિશનર રાણાજીએ શહેરમાં એવો વહિવટ કર્યો છે કે વડોદરાની પ્રજા નારાજ છે. હવે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી નજીક છે ત્યારે કોર્પોરેશનમાં મોરચા પણ આવવા માડશે તથા વિરોધ પ્રદર્શનો પણ શરુ થશે અને તેથી તેમણે અત્યારથી જ પાણી પહેલા પાળ બાંધવાની શરુઆત કરી દીધી છે. નવા નવા આવ્યા ત્યારે બાબુજીએ અચાનક નિરીક્ષણ કરીને કોઇને ખબર ના પડે તે રીતે પાલિકાની કચેરીના ઓટલે બેસીને સિક્યોરિટીના ફોટા પાડ્યા હતા અને સિક્યોરિટીમાં કેવું લોલમલોલ ચાલે છે તે નજરેનજર નિઙાળ્યું હતું.

જેથી ગભરાયેલા બાબુજીએ હવે પોતાની સલામતી પોતે જાતે જ કરવી પડશે તેવું માની લીધું છે અને પોતાની ઓફિસની બહાર પાંચ બંદૂકધારી એસઆરપી જવાનોને તૈનાત કરી દીધા છે. ઉપરાંત કોર્પોરેસની તેમની કચેરીની નીચે પણ એસઆરપી તથા સ્થાનિક પોલીસ અને પાલિકાની સિક્યોરિટી તૈનાત કરી દીધી છે. જેથી કોઇ પણ રજૂઆત કરવા આવે તો તેમને સિક્યોરિટીનો અભેદ કિલ્લો પસાર કરવો પડશે. ચતુર બાબુજી સમજી ગયા છે કે પાંચ વર્ષમાં પ્રજાલક્ષી કોઇ કામો થયા નથી તેથી પ્રજામાં વ્યાપક અસંતોષ છે અને પોતે પ્રજાના રોષનો ભોગ ના બને તે માટે તેમણે પોતાની ઓફિસ બહાર પાંચ સશસ્ત્ર જવાનોની તૈનાતી કરી દીધી છે.


Reporter: admin







