News Portal...

Breaking News :

કુણાલ ચાર રસ્તા પાસે પાલિકાના ટીપી કપાત પ્લોટ પર અસામાજિક તત્વો કબજો

2025-05-16 10:29:17
કુણાલ ચાર રસ્તા પાસે પાલિકાના ટીપી કપાત પ્લોટ પર અસામાજિક તત્વો કબજો


સમતામાં પાલિકાની જમીન પર ઉંચા ભાડા વસુલી લેડ ગ્રેબિંગ કરાયું હોવાનો પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેનો આરોપ...



હપ્તાખોર કોણ?
શહેરના સમતા વિસ્તારમાં કુણાલ ચાર રસ્તા પાસે આવેલ ટીપી માં કપાત અનામત પ્લોટ કે જેના પરથી વીજળી ની હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે તેવા પ્લોટ પર અસામાજિક તત્વો દ્વારા ગરીબ શ્રમજીવી ઓ પાસે ઉંચા ભાડા હપ્તા ઉઘરાવી સરકારી પાલિકા ની જમીન પર લેન્ડ ગ્રેબિંગ કરાયું હોવાની સનસનીખેજ ફરિયાદ આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેએ કરી છે. રાજેશ આયરે એ આ મામલે  વડાપ્રધાન,મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય, મ્યુ.કમિશનર, કલેકટર, પોલીસ કમિશનર, કોર્પોરેશનના ટીડીઓ, પ્રદેશ ભાજપા પ્રમુખ, શહેર ભાજપા પ્રમુખને પત્ર લખી રજૂઆત કરી છે. પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેએ જણાવ્યું છે કે વડોદરા મહાનગર પાલિકા ના સમતા વિસ્તાર માં આવેલ કુણાલ ચાર રસ્તા પાસે આવેલ ટીપી માં કપાત અનામત પ્લોટ કે જેના પરથી વીજળી ની હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે તેવા પ્લોટ પર અસામાજિક તત્વો દ્વારા ગરીબ શ્રમજીવી ઓ પાસે ઉંચા ભાડા હપ્તા ઉઘરાવી સરકારી પાલિકા ની જમીન પર લેન્ડ ગ્રેબિંગ કરી વેપાર કરી રહ્યા છે તેથી સ્થાનિક સોસાયટી , ફ્લેટ નાં રહીશો , રાહદારી ઓ , પ્રજા , યુવતીઓ મોટા પાયે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેની ફરિયાદો વારંવાર પાલિકા , પોલીસ અને અમારી પાસે થઈ રહી છે તેથી તાત્કાલિક ધોરણે આ સરકારી પાલિકા ના પ્લોટ પરથી દબાણો હટાવી વિજિલન્સ તપાસ કરાવી હપ્તા ભાડા ઉઘરાવનાર સામે લેન્ડ ગ્રેબિંગ ગુનો નોંધી પ્રજા હિત માં નિર્ણય લેલો જરુરી છે. 


તેમણે જણાવ્યં છે કે સમતા વિસ્તાર ની પ્રજા , રહીશો અને યુવતી ઓ છેલ્લા કેટલાય સમય થી કુણાલ ચાર રસ્તા પાસે આવેલા સરકારી પાલિકા ના ટીપી કપાત પ્લોટ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેર કાયદેસર કબજો કરી ગરીબ શ્રમજીવી પથારા વાળા ઓ પાસે થી સરકારી પાલિકા ની જમીન પ્લોટ પર ઉંચા ભાડા વસુલી મોટું કાપડ બજાર ઉભુ કરી વિસ્તાર માં ગેરકાયદેસર દબાણો વીજળી નાં હાઈ ટેન્શનલાઈન ની નીચે પથારા ઉભા કરી ટ્રાફિક , યુવતી ઓ ની છેડતી અને અસામાજિક પ્રવૃતિ ઓ કરી રહ્યા છે અને ગરીબ શ્રમજીવી ઓ ની સુરક્ષા વિના મોટા પાયે લેન્ડ ગ્રેબિંગ કરી સરકારી પાલિકા ની ટીપી કપાત પ્લોટ પર વેપાર કરી સમતા વિસ્તાર નાં રહીશો , પ્રજા , યુવતી ની હેરાનગતિ કરી રહ્યા છે તેની ફરિયાદ કેટલીય વાર પોલીસ , પાલિકા અને અમો ચૂંટાયેલ કોર્પોરેટર ની ઓફિસ પર કરવામાં આવી છે તેની રજૂઆત કેટલીય વાર તંત્ર ને જાણ કરી રજૂઆત કરી છે. હવે જ્યારે હમણાં અમારા વિસ્તાર ની યુવતી ની છેડતી કરવામાં આવી છે અને અસામાજિક પ્રવૃતિ ઓ વધી રહી છે અને વિસ્તાર નાં રહીશો ને ટ્રાફિક ની સમસ્યા નડી રહી છે ત્યારે અમારી ફરિયાદ સાથે રજૂઆત કે સમતા વિસ્તાર નાં કુણાલ ચાર રસ્તા નાં આ ટીપી કપાત સરકારી પ્લોટ જમીન કે જેના ઉપર થી વીજળી ની હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે તેવા પ્લોટ માં જો કરંટ લાગે તો રાજકોટ માં રિસોર્ટ માં જેવી ઘટના બની તેવી ઘટના અહીં બને તેવી શક્યતા છે અને આ શ્રમજીવી ઓ જે કાપડ વેચી રહ્યા છે તે જલદ કાપડ છે અને જો કરંટ ઉતરે અને આગ માં કેટલાય ભુજાય જાય તેવી શક્યતા ઓ છે તેવા સરકારી પાલિકા ના ટીપી અનામત પ્લોટ પર અસામાજિક તત્વો દ્વારા લેન્ડ ગ્રેબિંગ કરી ગેરકાયદેસર કબજો કરી ગરીબ શ્રમજીવી પથારા વાળાઓ પાસે થી ઉંચા ભાડા હપ્તા વસૂલ કરનારા અસામાજિક તત્વો સામે વિજિલન્સ તપાસ કરાવી લેન્ડ ગ્રેબિંગ ગુનો ફોજદારી ગુનો નોંધી આ કપાત પ્લોટ પરથી દબાણો કબ્જા દૂર કરાવી પ્રજા હિતમાં સરકારી હિતમાં આ કપાત પ્લોટ વપરાય તેવું આયોજન કરવામાં આવે.

Reporter: admin

Related Post