News Portal...

Breaking News :

પાણીની આવકમાં ઘટાડો થતા ડેમમાંથી બપોરે ૧ વાગ્યાથી પાણી છોડવામાં ઘટાડો

2025-08-04 16:23:07
પાણીની આવકમાં ઘટાડો થતા ડેમમાંથી બપોરે ૧ વાગ્યાથી પાણી છોડવામાં ઘટાડો


વડોદરા : નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમમાંથી બપોરે ૧ વાગ્યાથી પાણી છોડવામાં ઘટાડો કરાયો છે. 


ડેમની જળ સપાટી ૧૩૨.૨૦ મીટર થઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક ૩૨૧ ક્યૂસેક છે. નર્મદા ડેમના ૫ ગેટ બંધ કરાયા હવે ૧૦ ગેટ ૧.૭૫ મીટર ખોલવામાં આવ્યા છે જ્યારે ડેમમાં લાઈવ સ્ટોરેજ ૩,૭૪૩ ક્યૂસેક છે.નર્મદા ડેમના દરવાજામાંથી પણ પાણી છોડવામાં ઘટાડો કરવામાં આવ્યો છે. સવારે ૪ લાખ ક્યૂસેક પાણી દરવાજા દ્વારા છોડવામાં આવતું હતું તે ઘટાડી દેવામાં આવ્યું છે. ૧૦ દરવાજામાંથી ૧ લાખ ક્યૂસેક અને RBPH માંથી ૪૫,૦૦૦ મળી કુલ ૧.૪૫ લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. જિલ્લાના નદી કાંઠા નજીકના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.


નર્મદા ડેમના RBPH ના છ અને CHPHના ચાર ટર્બાઇન શરુ કરી વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. નદી કિનારા પરથી પાણી ઘટવાનું શરુ થઈ રહ્યું છે.નદીમાં પાણીની જાવક ઘટતા ભરુચ, વડોદરા અને નર્મદા 

Reporter: admin

Related Post