વડોદરા : શહેરના તરસાલીમાં સોમનાથ નગરની બાજુમાં મંગલ આ ગ્રીનમાં રહેતા અને લાલબાગ બ્રિજ નીચે આવેલ પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે નોકરી કરતા ધીરેન્દ્ર ત્રિભુવનએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 14 મી જુલાઈના રોજ સવારે પેટ્રોલ પંપ ખોલ્યો હતો.
પેટ્રોલ ભરવાના મશીન પર નગમાબેન મલેક કસ્ટમરને ગાડીઓમાં પેટ્રોલ ભરતા હતા. સાંજે 7:15 વાગે પેટ્રોલ પંપના મશીનની બાજુના હુકમાં લટકાવેલા પર્સમાંથી કોઈ આરોપી નગમાબેનની નજર ચૂકવીને 35000 ની ચોરી કરીને લઈ ગયો હતો. આ અંગે પોલીસે 21 દિવસ બાદ ગુનો દાખલ કર્યો છે.
Reporter: admin







