News Portal...

Breaking News :

નવા યાર્ડમાં કોન્ટ્રાક્ટરની બેદરકારથી પાણીની લાઇન લિકેજ થઇ, લાખો લિટર પાણીનો બગાડ...

2025-06-02 09:54:33
નવા યાર્ડમાં કોન્ટ્રાક્ટરની બેદરકારથી પાણીની લાઇન લિકેજ થઇ, લાખો લિટર પાણીનો બગાડ...


એક તરફ શહેરમાં પાણીની અછત છે અને લોકોને પુરતા દબાણથી પાણી મળતું નથી ત્યારે બીજી તરફ શહેરના નવા યાર્ડ વિસ્તારમાં વરસાદી ગટરની કામગિરી દરમિયાન પીવાના પાણીની જ લાઇન લીકેજ થઇ જતાંલાખો લિટર પાણીનો બગાડ થયો હતો. 


કોર્પોરેટર જહા ભરવાડને આ બાબતે જાણ થતાં જહા ભરવાડે તંત્રને રજૂઆત કરીને તાત્કાલિક આ લીકેજ રીપેર કરીને પાણીનો બગાડ અટકાવવા જણાવ્યું હતું. પાણીની અછત સમગ્ર વડોદરા શહેરમાં છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં તો પુરતા દબાણથી ઓછો સમય પાણી મળી રહ્યું છે અને કોર્પોરેશનનું તંત્ર શહેરીજનોને પાણી જેવી માળખાકીય સુવિધા આપવામાં નિષ્ફળ ગયું છે ત્યારે કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી આ રીતે પીવાના પાણીની લાઇનમાં લીકેજ થાય તે યોગ્ય નથી. 


કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પીવાના પાણીની લાઇન લિકેજ થતાં લાખો લિટર પાણી વહી ગયું હતું. એક તરફ પાણીનો બગાડ અટકાવવા માટે સરકાર વારંવાર લોકોને અપીલ કરે છે અને જળ સંચય અભિયાન શરુ કરે છે ત્યારે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે પાણીનો વ્યય થાય છે. કોર્પોરેશને આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરી દેવો જોઇએ જેથી તે ફરી આવી ભુલ બીજી વાર ના કરે અને અન્ય કોન્ટ્રાક્ટરોને પણ કકડ સંદેશ જાય. પાણી એ જીવની મળભૂત જરરીયાત છે તેનો બગાડ ક્યારેય સહન ના કરી શકાય.

Reporter: admin

Related Post