જૈન ધર્મ માં જપ તપ વ્રત નું ખુબ મહત્વ બતાવવામાં આવ્યું છે. આજે વાઘોડિયા રોડ ખાતે આવેલા નવગ્રહ આદિનાથ ભગવાન ની શિતળ છાયામાં આવેલા સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘ માં ગુરુદેવ ની પ્રેરણા થી આજે સમુહ સામાયિક તથા નવકારમંત્ર ના ભાષ્ય જાપ નો કાર્યક્રમ યોજાયો હતો

જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આચાર્ય નરદેવસાગર સૂરીશ્વરજી મહારાજે સામાયિક નું મહત્વ સમજાવ્યું હતું. દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અમદાવાદ નરોડાથી નવપલ્લવ જૈન સંઘ ની ચાતુર્માસ ની માંગણી કરાતા ગચ્છાધિપતિ આચાર્ય નરદેવસાગર સૂરીશ્વરજી મહારાજે સ્વીકારી લેતા ભાવિક ભક્તો નાચી ઉઠ્યાં હતાં અને ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશિર્વાદ તથા અમને આપો ચાતુર્માસ થી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.આ પ્રસંગે અમદાવાદ નરોડાથી બસ લ ઈ ને પધારેલ નવ પલ્લવ જૈન સંઘ ના પ્રમુખ દીપકભાઈ શાહ સોનામહોરે ગુરુદેવ ને ચાતુર્માસ આપવા બદલ આભાર માન્યો હતો તથા જીતુભાઈ ને ચાતુર્માસ પ્રવેશ નું મુર્હૂત આપવાની વિનંતી કરતા ૩૦મી જુન ૨૦૨૫ ના શુભ દિવસે સવારે દસ વાગ્યે ગુરુ ભગવંતો નો ચાતુર્માસ પ્રવેશ થશે એવી જાહેરાત કરી હતી.

જૈનોની શિરમોર સંસ્થા એવા તપોવનમાં થી તૈયાર થનાર જૈન સંગીતકાર કૌશલ શાહે સુંદર સ્તવનો ની રમઝટ બોલાવી હતી. વધુમાં તાજેતરમાં રાજસ્થાન ના પાલી ખાતે માર્ગ અકસ્માતમાં કાળધર્મ પામનાર આચાર્ય પુંડરીક રત્નસુરીશ્વરજી મહારાજ વિશે દુઃખ પ્રગટ કરી સરકારે આને ખુબ ગંભીરતાથી લઈ ને. તાત્કાલિક તપાસ ના આદેશો આપી આનું મુળ શોધવા ની માંગ કરી હતી. આવતીકાલે સવારે નવગ્રહ આદિનાથ જિનાલય ખાતે ભક્તામર ની આરાધના કરવામાં આવશે અને ત્યારબાદ વ્યાખ્યાન સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ ના યોજાશે એમ સંઘ પ્રમુખ મનિષભાઇ શાહે જણાવ્યું હતું.





Reporter: admin







