અમદાવાદ : પાણીના વપરાશ અને જરૂરિયાતને લઈને કરાયેલાં એક અભ્યાસમાં એવા તારણો રજૂ થયાં છેકે, પાણીની માંગમાં હજુ વધારો થઈ શકે છે.
આ જોતાં નિષ્ણાતોએ એવી ભીતિ વ્યક્ત કરી છેકે, ગુજરાતમાં આગામી વર્ષોમાં જળસંકટ ઉભુ થાય તેવી સ્થિતી સર્જાઇ છે. નર્મદાના જળ છેવાડાના ગામ સુધી પહોચ્યાં છે છતાંય આ ચિંતાજનક પરિસ્થિતીનું નિર્માણ થાય તેમ છે. એટલુ જ નહીં, આગામી પાંચેક વર્ષમાં પાણીની માંગમાં 20થી 30 ટકા સુધીનો વધારો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. યાદ રહે કે, અત્યાર ઇરાનના પાટનગર તહેરાનમાં પાણી ખુટી પડતાં લોકોને સ્થળાંતર કરવા મજબૂર થવુ પડયું છે.એક સમયે ગુજરાતની જનતાએ પાણીની તંગી વેઠી છે. હવે નર્મદાનું પાણી છેવાડાના જિલ્લા કચ્છ અને બનાસકાંઠા સુધી પહોંચી રહ્યાં છે.
ત્યારે ગુજરાતમાં પાણીની જરૂરિયાતને લઈને કરાયેલાં એક અભ્યાસમાં એવા તારણો આવ્યાં છેકે, જેણે ચિંતાજનક સ્થિતીનો ચિતાર રજૂ કર્યો છે. તેનું કારણ એછેકે, ઘર વપરાશ માટે તો પાણીની માંગ વધી છે પણ સાથે સાથે ઔદ્યોગીક-સિંચાઈ માટે પણ પાણીનો વપરાશ વધી રહ્યો છે જેથી આ જ વપરાશ થશે તો ગુજરાતમાં જળસંકેટ પેદા થાય તે દિવસો દૂર નથી.ગુજરાતમાં આજે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ સહિત અન્ય જીલ્લામાં ભૂગર્ભ જળનો બેફામ વપરાશ થઈ રહ્યો છે. હાલ 27.58 બીસીએમ ભૂગર્ભજળ રિચાર્જ થઈ રહ્યુ છે જ્યારે 13.86 બીએસએમ ભૂગર્ભજળ ખેંચવામાં આવી રહ્યુ છે. ટૂંકમાં 54.21 ટકા ભૂગર્ભજળ ખેંચાઈ રહ્યું છે જે ચિંતાજનક ચિત્ર ઉભુ શકે કરી શકે છે
Reporter: admin







