News Portal...

Breaking News :

છત્તીસગઢના અંબિકાપુર, સરગુજામાં ઠંડીએ 57 વર્ષનો તથા દિલ્હીમાં ત્રણ વર્ષનો રેકોર્ડ તોડયો

2025-11-17 10:02:20
છત્તીસગઢના અંબિકાપુર, સરગુજામાં ઠંડીએ 57 વર્ષનો તથા દિલ્હીમાં ત્રણ વર્ષનો રેકોર્ડ તોડયો


દિલ્હી : દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, જેથી લોકોની સમસ્યા વધી ગઈ છે. ઉત્તર અને મધ્ય ભારત શીતલહેર, ધુમ્મસ અને નીચે ગગડતા પારાની ઝપેટમાં આવી ગયું છે. 


છત્તીસગઢના અંબિકાપુર, સરગુજામાં નવેમ્બરમાં ઠંડીએ 57 વર્ષનો તથા દિલ્હીમાં ત્રણ વર્ષનો રેકોર્ડ તોડયો છે. ઉત્તર ભારતમાં ઠંડી હવે તેનું રૌદ્ર રૂપ દર્શાવશે. બીજીબાજુ હવામાન વિભાગે પર્વતીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમ વર્ષાની ચેતવણી આપી છે તથા દક્ષિણ ભારતમાં પૂર્વોત્તર ચોમાસાની અસરના કારણે ભારે વરસાદની એલર્ટ અપાઈ છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં વરસાદના પગલે ઠંડી વધી શકે છે.ઉત્તર ભારત અને મધ્ય ભારત શીત લહેરની ઝપેટમાં આવી ગયા છે ત્યારે છત્તીસગઢમાં એક સપ્તાહ કરતાં વધુ સમયથી તિવ્ર ઠંડીના કારણે પારો ઘણો નીચે ગગડી ગયો છે. 


અંબિકાપુર અને સરગુજામાં શીતલહેરના કારણે લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મૈનપાટ અને બલરામપુર જિલ્લાના સામરીપાટમાં તાપમાન પાંચ ડિગ્રીથી પણ નીચે હતું, જે સામાન્ય કરતાં લગભગ 6 ડિગ્રી નીચું હતું. પરિણામે નવેમ્બરમાં ઠંડીએ છેલ્લા 57 વર્ષનો રેકોર્ડ તોડયો છે. અહીં નવેમ્બર મહિનામાં તાપમાન આટલું નીચું ક્યારેય ગયું નહોતું. છત્તીસગઢમાં નવેમ્બરમાં સરેરાશ તાપમાન 11.8 ડિગ્રી હોય છે. છત્તીસગઢમાં મંગળવાર સુધી લોકોને ઠંડીથી રાહત નહીં મળે.

Reporter: admin

Related Post