News Portal...

Breaking News :

નેતન્યાહુની ધરપકડ માટે વોરંટ જાહેર

2024-11-22 13:22:16
નેતન્યાહુની ધરપકડ માટે વોરંટ જાહેર


નવી દિલ્હી : ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)માં યુદ્ધ અપરાધના આરોપોનો સામનો કરી રહેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ધરપકડ માટે વોરન્ટ જાહેર કરાયું છે. 


હવે મુદ્દો એ છે કે તેની ધરપકડ ક્યારે, ક્યાં અને કેવી રીતે થશે? આ ઉપરાંત ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ધરપકડના આદેશ પર પશ્ચિમી દેશો એકબીજામાં વહેંચાયેલા જણાય છે. કેટલાક દેશોએ તો એમ પણ કહ્યું છે કે જો નેતન્યાહુ પણ તેમના દેશમાં પગ મૂકશે તો તેઓ તેમની ધરપકડ કરાશે.આ મામલે અમેરિકાએ વાંધો ઊઠાવ્યોઅહેવાલો અનુસાર, અમેરિકાએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે ધરપકડ વોરન્ટ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. 


વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરેન જીન પિયરે કોર્ટની નિર્ણય લેવાની પ્રક્રિયા પર સવાલ ઊઠાવ્યા છે.નોંધનીય છે કે, અમેરિકા આઈસીસીનો સભ્ય દેશ નથી.બીજી તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે, 'આઈસીસીના સભ્ય હોવાને કારણે હું નિયમોનું પાલન કરીશ. જો નેતન્યાહુ કેનેડા આવશે, તો અમે તેમની તાત્કાલિક ધરપકડ કરીશું. કેનેડા, નેધરલેન્ડ અને ઈટાલીએ પણ કહ્યું છે કે જો નેતન્યાહુ તેમના દેશમાં પ્રવેશ કરશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. નેધરલેન્ડના વિદેશ મંત્રી કેસ્પરે કહ્યું કે, 'અમે નિયમોનું 100% પાલન કરીશું અને નેતન્યાહુ ડચની ધરતી પર પગ મૂકતાની સાથે જ તેની ધરપકડ કરાશે.'

Reporter: admin

Related Post