ઝુંઝુનુ : રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાંથી એક માનવામાં ન આવે તેવી આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઘટના માં સ્મશાનમાં લાકડાની ચિતા પાસે પહોંચ્યા બાદ એક વ્યક્તિ જીવતો થયો હતો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થયા અને અમુક ભયભીત પણ થયા હતા.
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ આ વ્યક્તિને મૃત જાહેર કર્યા બાદ ડોક્ટરોએ તેના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો હતો. લાશને પણ લગભગ અઢી કલાક સુધી ડી-ફ્રીઝમાં રાખવામાં આવી હતી. આ પછી મૃતકનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. મૃત જાહેર કર્યાના લગભગ ચારથી પાંચ કલાક પછી વ્યક્તિએ ફરીથી શ્વાસ લેવાનું શરૂ કર્યું. આ ઘટના જાણીને દરેક લોકો આશ્ચર્યચકિત થયા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજસ્થાનના ઝુંઝુનુમાં બગડ મા સેવા સંસ્થાનના શેલ્ટર હોમમાં રહેતા 45 વર્ષીય રોહિતાશ નામના યુવકની તબિયત ગુરુવારે બગડી હતી. જેને બાદમાં બીડીકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ઈમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. રોહિતાશ અનાથ છે અને બહેરો- મૂંગો પણ છે.
મૃતદેહને લાકડાની ચિતા પર મૂકવામાં આવ્યો હતો.જ્યારે તેના મૃતદેહને મા સેવા સંસ્થાનના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સની મદદથી મૃતદેહને પંચદેવ મંદિર પાસેના સ્મશાનમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં મૃતદેહને લાકડાની ચિતા પર મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન રોહિતાશે શ્વાસ લેવાનું શરૂ કર્યું.તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યોપહેલા રોહિતાશે શ્વાસ લેવાનું શરૂ કર્યું અને પછી તેનું શરીર ચાલવા લાગ્યું. મૃતદેહની હિલચાલ જોઈને ત્યાં હાજર લોકો પણ ડરી ગયા હતા. આ પછી તરત જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને રોહિતાશને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હવે રોહિતાશ બીડીકે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Reporter: admin