સુકમા :છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જેમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં 10 નક્સલીઓ માર્યા ગયા છે.
સુરક્ષાદળ અને નક્સલવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. જયારે સુરક્ષાદળોના ઘેરાવમાં ઘણા માઓવાદીઓ ફસાયા હોવાના અહેવાલ છે.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કોન્ટાના ભેજી વિસ્તારમાં નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ નક્સલવાદીઓ ઓરિસ્સા થઈને છત્તીસગઢ પહોંચ્યા હતા.
3 ઓટોમેટિક હથિયારો સાથે, એન્કાઉન્ટર સ્થળ પરથી ઘણા વધુ હથિયારો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં નક્સલવાદીઓનો સામાન પણ મળી આવ્યો છે. બસ્તરના પોલીસ મહાનિરીક્ષક પી સુંદરરાજે જણાવ્યું કે સુકમા જિલ્લાના દક્ષિણ ભાગમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
Reporter: admin