News Portal...

Breaking News :

24 કલાકમાં સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે યુદ્ધ: ટ્રમ્પ ટ્રમ્પની જાહેરાત બાદ ઈરાને ઈઝરાયલપર મિસાઈલથી હુમલો કર્યો

2025-06-24 10:00:28
24 કલાકમાં સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે યુદ્ધ: ટ્રમ્પ ટ્રમ્પની જાહેરાત બાદ ઈરાને ઈઝરાયલપર મિસાઈલથી હુમલો કર્યો


વોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની જાહેરાત કરી છે. ટ્રમ્પનો દાવો છે કે બંને દેશો સંઘર્ષ વિરામ માટે રાજી થયા છે.  


ઈરાન પહેલા સીઝફાયરનું પાલન કરે પછી ઈઝરાયલ પણ સીઝફાયર લાગુ કરશે. જોકે ટ્રમ્પની જાહેરાતના થોડા કલાક બાદ જ ઈઝરાયલનો દાવો છે કે ઈરાને ઈઝરાયલ પર મિસાઈલથી હુમલો કર્યો છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય દ્વારા X પર પોસ્ટ કરી દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન દ્વારા મિસાઈલ હુમલાના કારણે સાઇરન વગાડવામાં આવી. 


અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી જણાવ્યું, કે 'ઈરાન અને ઈઝરાયલ પૂર્ણ અને અંતિમ સીઝફાયર માટે રાજી થયા છે. આગામી છ જ કલાકમાં સીઝફાયર લાગુ થઈ જશે. ઈરાને પહેલા તેનું પાલન કરવું પડશે. ઈરાન દ્વારા સંઘર્ષ વિરામના પાલન બાદ આગામી 12 કલાકમાં ઈઝરાયલ પણ સીઝફાયર લાગુ કરી દેશે. આગામી 24 કલાકમાં યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે.'

Reporter: admin

Related Post