News Portal...

Breaking News :

કાલા ઘોડા બ્રિજને ટકાવી રાખવા યુદ્ધસ્તરે ધોરણે તેનું રીપેરીંગ કામ શરૂ

2025-06-16 20:08:03
કાલા ઘોડા બ્રિજને ટકાવી રાખવા યુદ્ધસ્તરે ધોરણે તેનું રીપેરીંગ કામ શરૂ



વડોદરા : શહેરના મુખ્ય બે ભાગને જોડતો અને ઐતિહાસિક હેરિટેજ વિશ્વામિત્રી બ્રીજની હાલત અંગે તાજેતરમાં જ આ બ્રિજને ટકાવી રાખવા માટે તાત્કાલિક ધોરણે તેનું રીપેરીંગ કામ શરૂ કરવા લેવાયેલા નિર્ણય બાદ આ બ્રિજનું તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ શરૂ કરાયું છે. 



શહેરની ધોરી નસ સમાન ગણાતા અને શહેરને રેલ્વે સ્ટેશન તરફના પશ્ચિમ વિસ્તારને જોડતા મુખ્ય બ્રિજ વિશ્વામિત્રી નદીનો ગણાય છે. ઐતિહાસિક અને હેરિટેજ સમાન આ બ્રિજ ખખડધજ થયો હોવાની માહિતીથી પાલિકા તંત્ર વાકેફ થયું હતું. પરિણામે આ બ્રિજને હજી લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. નદીમાંથી પસાર થતાં પ્રદૂષિત વિશ્વામિત્રી નદીના ગંદા પાણીમાં તાત્કાલિક ધોરણે બામ્બુથી પાલખ બાંધવામાં આવી હતી. આ ઉપરાંત જરૂરી જણાય ત્યાં અન્ય જગ્યાએ પણ બામ્બુથી પાલખ ઉભી કરવામાં આવી હતી. બીજી બાજુ દિવાલો પરનું પ્લાસ્ટરના પોપડા પણ અનેક જગ્યાએ ઉખાડવા માંડ્યા હતા. એવી જ રીતે સીલીંગમાં પણ કેટલીક જગ્યાએ પ્લાસ્ટર ઉખડી ગયું હોવાનું જણાવ્યું હતું. 



પાલિકા તંત્ર દ્વારા આ તમામ જગ્યાએ તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ કરીને શહેરના આ ધોરી નસ સમાન બ્રિજને બચાવી લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post