વડોદરા : ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા એમઆઇજી ફલેટના બંધ મકાનમાં રેઇડ કરી જુગાર રમતા કુલ 6 ખેલીને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા જુગારીઓની અંગઝડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ મળી રૂ.37 હજારનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર ડૉ.લીના પાટીલ તરફથી શહેરમા દારૂ અને જુગાર સંબંધીત ગુનાઓ શોધી કાઢવા સુચના કરવામાં આવી હતી. જેના આધારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહ્યા હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે સરદાર પટેલ હાઇટ્સ ટાવર એમઆઇજી ફલેટના મ.નં. 602 માં બહારથી કેટલાક માણસો આવ્યા છે અને તેઓ ભેગા મળી જુગાર રમે છે. જે આધારે પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી હતી.
ત્યારે મકાનમાં જુગાર રમતા 6 જુગારી વિનોદ પ્રકાશભાઇ ગંગવાણી (રહે-ખોડિયાર નગર સિધ્ધાનાર્થ પાર્ક ડિ-માર્ટની પાછળ વડોદરા), તેજશ લાલાભાઇ કહાર (રહે-વારસીયા ઝુપડપટ્ટીમાં, જુના આર.ટી.ઓ. પાસે વડોદરા), હસમુખ શનાભાઈ પરમાર ( રહે- સમા ગામ, ઉંડ ફળીયું.સમા, વડોદરા), નાનુભાઇ ચંદ્રસિંહ પટેલ ( રહે-નારાયણધામ, ખોડીયાર નગર ચાર રસ્તાની આગળ, વડોદરા શહેર), નવસાદભાઇ મોહેમંદ સૈયદ (રહે-આશાપુરા સોસાયટી,સયાજીપુરા ગામ, આજવા રોડ, વડોદરા) અને હરીશ ભોગીલાલ ટેલર (રહે-પ્રાર્થના ફ્લેટ,વારસીયા રિંગરોડ, વડોદરા) ઝડપાઈ ગયા હતા. પોલીસ દ્વારા જુગારીઓની અંગઝડતી કરવામાં આવી હતી ત્યારે જમીન દાવના રોકડા રૂપિયા 13 હજાર, અંગ ઝડતીના રોકડા રૂપિયા 9 હજાર, મોબાઇલ નંગ 3, અને 15 હજાર રોકડા મળી રૂ.38 હજારનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Reporter: admin







