વડોદરા : શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ આત્મજ્યોત વિદ્યાલયમાં ધોરણ 12 ની વિધ્યાર્થીના જન્મ દાખલામા મુસ્લિમ માતાના નામ પાછળ અગાઉ બેન લખાતું હતું

જે હવે ખાતુન તરીકે સુધારા સાથે સર્ટિફિકેટમાં સુધારો કરવાની વાલી દ્વારા શાળામાં રજૂઆત કરતા શાળા દ્વારા પોતાને આ સત્તા ન હોય તેઓને જિલ્લા શિક્ષણ અધિકારી અને ગુજરાત હાઇકોર્ટે થી સુધારો મંજૂર કરાવવા જણાવવામાં આવતા વિધ્યાર્થીનીના પિતાને પોતાનો કામધંધો મૂકી ધક્કા ખાવાનો વારો આવતા તેમણે પોતાની વ્યથા ઠાલવી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારી ને રજૂઆત કરી હતી.

Reporter: admin