હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશના ગુનામાં વોન્ટેડ રહેલા આરોપીને શહેર એસઓજીએ ઝડપી પાડ્યો હતો.
શહેર એસઓજીની ટીમ ને બાતમી મળી હતી કે હરણી પોલીસમાં નોંધાયેલા દારુના કેસમાં વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે કાચબો બાલુ વસાવા ખોડિયારનગર ચાર રસ્તા પાસે ઉભો છે જેથી પોલીસે સ્થળ પર જઇને સંજયને ઝડપી પાડ્યો હતો.
આ કેસમાં દારુ સાથે જીતેન્દ્ર દીગંબરસિંઘ જાટ તથા વિજય કનુભાઇ પંચાલ અગાઉ ઝડપાયા હતા અને સંજય તેમાં વોન્ટેડ હતો. સંજય ઉર્ફે કાચબા સામે શહેરના તથા રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં દારુના 8 ગુના નોંધાયેલા છે.
Reporter: admin







