News Portal...

Breaking News :

મઢેલી ગામની સીમમા તળાવ કિનારે ખુલ્લા ગોચરમાં દેશી દારૂની ભઠ્ઠી પર વાઘોડિયા પોલીસ ત્રાટકી

2025-01-09 12:54:19
મઢેલી ગામની સીમમા તળાવ કિનારે ખુલ્લા ગોચરમાં દેશી દારૂની ભઠ્ઠી પર વાઘોડિયા પોલીસ ત્રાટકી


વાઘોડિયા તાલુકાના મઢેલી ગામની સીમમાં દેશી દારૂ ગાળવાની ભટ્ટીઓ ધમધમતી હોવાની બાતમી વાઘોડિયા પી.આઈ જાડેજા ને મળતા વાઘોડિયા પોલીસે મઢેલી ગામે સીમા આવેલા તળાવ કિનારે આવેલા ખુલ્લા ગોચરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ કરી હતી 


બાતમી વાળી જગ્યાએ અનખોલ ગામે રહેતા ઉમેશ ભીખાભાઈ પાટણવાડીયા હાથ બનાવટની દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરતો હોય પોલીસને રેડ દરમિયાન ઘટના સ્થળે મળી આવ્યો ન હતો વાઘોડિયા પોલીસે બાતમી વાળી જગ્યા પર થી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર 175 લિટર દેશી દારૂ જેની કિંમત ₹35,000 તથા 600 લીટર ગરમ વોસ જેની કિંમત 15000 તથા વિવિધ બેરલમાં રાખેલ 3000 લીટર દેશી દારૂ બનાવવાનો આથો જેની કિંમત 75000 અને એલ્યુમિનિયમના સાત કેન કિંમત 1400 કુલ મળી 1, 26, 400/-નો ગેરકાયદેસર દેસી દારૂનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો.રેડ દરમિયાન હાજર નહીં મળેલ ઊમેશભાઈ ભીખાભાઈ પાટણવાડીયા રહે અનખોલ સામે વાઘોડિયા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Reporter: admin

Related Post