વિશ્વામિત્રી નદીને કાંઠે વસેલા વડોદરાના અકોટા એરિયાનાં શિવાજી સર્કલ પર આવતીકાલે વડોદરાનાં પ્રથમ રીટેલ આઉટલેટનું ઉદઘાટન.
ફ્રાયસ, ફરસાણ નમકીન, ખાખરા, પાપડ જેવી વિવિધ 130થી પણ વધારે આઈટમો પર ઉદ્ઘાટનના અવસરે ગ્રાહકોને તમામ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ માં 25% ડિસ્કાઉન્ટ મળશે.કંપની દ્વારા એક લીટર અને 500 ML ની પાણીની બોટલ પણ લોન્ચ કરવામાં આવી રાજકોટ ફરસાણ નમકીન ક્રાઇસની વાત આવે એટલે સૌથી પહેલું નામ આવે વડાલિયા ફૂડ્સ નું. ગોંડલ રોડ પર કંપની દ્વારા પ્રથમ કંપની રિટેલ આઉટલેટ લોન્ચ કર્યા બાદ માત્ર એક વર્ષ નાં ટૂંકા સમયમાં વડાલીયા ફુડ્સ દ્વારા ગુજરાતનો 28મોં આઉટલેટ લોન્ચ કરવા જઈ રહી છે.વડોદરાને હવે વડાલિયા ફૂડની 130 થી વધારે આઇટમ નવા રિટેલ ઓઉટલેટ પર ઉપલબ્ધ બની રહેશે.10 જુલાઈ ના ઉદ્ઘાટનના દિવસે ગ્રાહકોને તમામ બ્રાન્ડેડ પ્રોડકટ પર 25% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત પણ કંપની દ્વારા કરવામાં આવી છે. રિટેલ આઉટલેટ ના ઉદઘાટન પ્રસંગે વડાલીયા ફુડ્સ કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલીયાએ જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા એક વર્ષમાં રિટેલ આઉટલેટ હરણફાળ પ્રગતિ કરી છે. માત્ર એક વર્સ ટૂંકા સમયમાં અમે 28મોં રીટેલ આઉટલેટ શરુ કર્યો છે. ગોંડલ રોડ પર પ્રથમ રિટેલ આઉટલેટ શરૂ કર્યા બાદ કંપની દ્વારા રાજકોટમાં શહેરમાં 14 આઉટલેટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદના પોશ વિસ્તારમાં ત્રણ આઉટલેટ,ભાવનગર, હળવદ, વેરાવળ સોમનાથ ,ભરૂચ, આણંદ તેમજ જામનગર, ધોરાજી, ખાતે કંપની દ્વારા પોતાના એક્સક્લુઝિવ આઉટલેટ શરૂ કરવામાં આવ્યા છે. વડોદરાના રિટેલ આઉટલેટ વિષે બોલતા કંપનીના ડિરેક્ટર મિત ભાઈ વડાલીયા તેમજ કંપનીના સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા 130થી પણ વધારે વેરાઈટી લોન્ચ કરી છે અને આ તમામ વેરાઈટી એક જ સ્થળ પર ઉપલબ્ધ બની રહે તે હેતુ સાથે રિટેલ આઉટલેટ લોંચ કરવામાં આવ્યા છે.
કંપનીની પ્રોડક્ટ વિશે જણાવતા ડિરેક્ટર મિતભાઈ વડાલીયા અને સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે નમકીન,વેફર્સ, ફ્રાઇમ્સ, ફરસાણ, ખાખરા, પાપડ, મૂંગ દાળ.આલુ શેવ,રતલામી સેવ, ખારી શીંગ,સેવ ઉપરાંત,ભાવનગરી અને પાપડી ગાંઠિયા ની સાથે વેફર સેગમેન્ટમાં સોલ્ટેડ ચીપ્સો, ઉપરાંત બ્લેક પેપર ચિપ્સ વેફર, સ્પાઈસી મસાલા, ટેન્ગી ટોમેટો, મસાલા ચીપ્સોની ભારે ડિમાન્ડ છે.આ ઉપરાંત પેપરીકા વેફર અને સોયા સ્ટીક્સ, મેજીક પુરી, મસાલા ભૂંગળા, પોપ પોપ પાસ્તા, પોપકોર્ન પ્રોડક્ટ એ સારી લોકચાહના મેળવી છે. ફરસાણ સેગ્મેન્ટમાં પણ બેસન સેવ, ભાવનગરી ગાંઠિયા,રતલામી સેવ, પાપડી ગાંઠિયા, તીખા ગાંઠિયા, આલુ ભુજીયા, નીબું સેવ, અને સેવ મમરા, ગાર્લિક મમરા, તીખા મીઠા મિક્સ, સકરપારા ,ભાખરવડી, મગદાળ, શીંગ ભુજીયા, દાબેલા ચણા કેળા વેફર વગેરે પ્રોડક્ટ સામેલ છે. આ ઉપરાંત ડ્રાય કચોરી, પાપડ, મસાલા ખાખરા, મેથી ખાખરા અને જીરા ખાખરા,પાણીપુરી ખાખરા,રાગીના ખાખરા ની નવી રેન્જ પણ સામેલ છે. આ ઉપરાંત આ સ્ટોર પર ફરસી પુરી, વણેલા ગાંઠિયા ન્યૂ લોન્ચ કરવા માં આવ્યા છે. કંપની દ્વારા હવે નેચરલ ઇન્ગ્રેડિયન્ટ માં મુખવાસ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આ તમામ પ્રોડક્ટ અકોટાના શિવાજી સર્કલ પરનાં કંપની આઉટલેટમાં ઉપલબ્ધ બનશે. અહીં કંપની દ્વારા વિવિધ આઈટેમોના 400 ગ્રામના 100% ફૂડ ગ્રેડ કન્ટેનર પેકીંગમાં પણ લોન્ચ કરવામાં આવ્યા છે. ઉપરાંત 200 ગ્રામના પેક પણ લોન્ચ કરવામાં આવ્યા છે.મીતભાઈ વડાલીયા તેમજ કેતનભાઇ તન્નાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ હજુ અનેક નવી પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ તાજેતરમાં વડાલીયા કંપની દ્વારા એક લીટર અને અડધા લીટરની પાણીની બોટલ પણ લોન્ચ કરવામાં આવી છે. 10/07/24 અને બુધવારના રોજ વડોદરાના આ નવા આઉટલેટ નું લોન્ચીંગ કરી રહ્યા છીએ ત્યારે કંપની તરફથી વડોદરાની સ્વાદપ્રેમી અને શાંતિ પ્રિય જનતાને આ ઉદ્ઘાટન પ્રસંગે પધારવા ફ્રેંચાઈજીનાં હેડ દીપકભાઈ ગરચર તથા જોગેસભાઈ યાદવ દ્વારા તમાંમ લોકોને હાર્દિક નિમંત્રણ આપવામાં આવેલ છે.
Reporter: News Plus