આંધ્ર પ્રદેશ વિધાનસભાની કુલ 175 બેઠક માટે પણ સોમવારે મતદાન થશે
નવી દિલ્હી :લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટેના ચૂંટણી પ્રચાર પૂરો થઈ ગયો છે. સોમવારે દેશમાં 10 રાજ્યમાં 96 બેઠક માટે મતદાન યોજાશે. ગત 18 એપ્રિલના રોજ 96 બેઠક માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી અને ચોથા તબક્કામાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ હતી.
આંધ્રપ્રદેશ તથા તેલંગાણાના તમામ બેઠક પર 13મી મેના રોજ મતદાન યોજાશે. આંધ્ર પ્રદેશ વિધાનસભાની કુલ 175 બેઠક માટે પણ સોમવારે મતદાન યોજાશે. લોકસભા 2024 માટેની ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત ગત 19મી એપ્રિલથી શરૂ થઈ છે અને તે કુલ સાત તબક્કામાં યોજાનાર છે. અત્યાર સુધીમાં ત્રણ તબક્કા પૂરા થઈ ચુક્યા છે.
ચોથા તબક્કામાં બિહારની 5 લોકસભા બેઠક પર 13મી મેના રોજ મતદાન યોજાશે. તેમાં દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર, બેગૂસરાય અને મૂગેર બેઠકનો સમાવેશ થાય છે.
ચોથા તબક્કામાં દેશની 96 લોકસભા બેઠક માટે આજે પ્રચાર અભિયાન સાંજે 6 વાગે પૂરું થયું છે. આ બેઠકો પર 13 મેના રોજ મતદાન યોજાશે અને 4 જૂનના રોજ પરિણામો જાહેર થશે. ચોથા તબક્કામાં આંધ્ર પ્રદેશમાં 25, બિહારમાં 5, ઝારખંડમાં 4, મધ્ય પ્રદેશમાં 8, મહારાષ્ટ્રમાં 11, ઓઢિશામાં 4, તેલંગાણામાં 17, ઉત્તર પ્રદેશમાં 13, પશ્ચિમ બંગાળમાં 8 તથા જમ્મુ-કાશ્મીરમાં 1 બેઠક પર મતદાન થશે.
Reporter: News Plus