SIR ઝુંબેશ અંતર્ગત મતદારોને અપીલ — સમયસર ફોર્મ જમા કરી સહયોગ આપો..
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision - SIR)નું સમય પત્રક જાહેર કર્યું છે. જેથી અત્રેના વડોદરા જિલ્લામાં હાલમાં Enumeration Form(ગણતરી ફોર્મ) કલેક્શન ચાલી રહ્યુ છે. જેમાં બુથ લેવલ અધિકારી(BLO)ઓ ઘરે ઘરે ફરીને તેમજ ૧૫,૧૬/૧૧/૨૦૨૫ તથા ૨૨,૨૩/૧૧/૨૦૨૫ના કેમ્પ દરમ્યાન બુથ પર હાજર રહી ફોર્મ કલેક્શન કરેલ છે.વડોદરા જિલ્લાના સંબંધિત મતદાર નોંધણી અધિકારીશ્રીની સૂચનાનુસાર નિયત કરેલ જગ્યાઓ જેવી કે મોટી સોસાયટીઓ અથવા બુથ પર તા.૨૪/૧૧/૨૦૨૫ થી તા.૨૭/૧૧/૨૦૨૫ સુધી વધારાના વિશેષ કેમ્પનું આયોજન કરશે.
જેથી વડોદરા જિલ્લાના મતદારો નજીકના બુથ પર જઇને અથવા બુથ લેવલ અધિકારી(BLO) નો સંપર્ક કરીને Enumeration Form(ગણતરી ફોર્મ) જમા કરાવી શકશે.જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે SIR ની સમગ્ર કામગીરી દરમ્યાન તમારા ઘરની મુલાકાત લેતાં BLO તથા સહાયકોને તા.૨૩/૧૧/૨૦૨૫ થી તા.૨૬/૧૧/૨૦૨૫ સુધી યોજાનાર કેમ્પ અંતર્ગત Enumeration Form(ગણતરી ફોર્મ) જમા કરાવી, તેઓને પૂરતો સાથ સહકાર આપે.
Reporter: admin







