અહીં બાજુ જ્યા કાર પાકિઁગ થતુ હોવાથી રોડપર જગ્યા ઓછી રહેતી હતી હવે ફૂટપાથ બન્યા બાદ સમસ્યા વધુ વિકટ બનશે

શહેરમાં ટ્રાફિક ની સમસ્યાઓ હળવી કરવા, ટ્રાફિક નું ભારણ ઘટાડવા માટે સ્માર્ટ પાલિકાના બુદ્ધિશાળી શાશકોએ શહેરમાં રોડ રસ્તાઓ તો પહોળા કર્યા પરંતુ ત્યારબાદ ત્યાં યોગ્ય પાર્કિંગ અને દબાણો ન થાય તેનું ધ્યાન ન રાખતાં આખરે અગાઉ કરતાં ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની છે સાથે જ અકસ્માતના બનાવો પણ વધ્યા છે. ત્યારે હવે વધુ એક બુદ્ધિ નું પ્રદર્શન સ્માર્ટ પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.લાલ કોર્ટ થી દાંડિયા બજાર તરફ સુરસાગરની સામેની બાજુ જ્યાં દરરોજ કાર પાકિઁગ થતું હોય છે તે વોલ ટુ વોલ રોડ ઉપર હવે ત્રણ થી ચાર ફૂટનો ફૂટપાથ બનાવવામાં આવી રહ્યો છે હવે ફૂટપાથ બન્યા બાદ રોડ ઉપર આમ પણ રોડ ઉપર બંન્ને બાજુ ફોર વ્હીલર,ટુ વ્હીલર પાકિઁગ ના કારણે સાંજે ટ્રાફિક તો હોય છે તેમાંય હવે આ ફૂટપાથ બનાવવાથી જે પાકિઁગ છે તે ૪-૫ ફૂટ જેટલુ રોડ તરફ થશે એટલે વાહન વ્યવહાર માટે રોડ સાંકડો થશે જેના કારણે ટ્રાફિક જામ થશે અને અકસ્માતના બનાવો વધશે.શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે ઠેરઠેર ટ્રાફિક ની સમસ્યા નિવારવા માટે બ્રિજ, ઓવરબ્રિજ, ફ્લાય ઓવરબ્રિજ, અંડર બ્રિજ, શહેરના રોડ પહોળા કરવા, શહેરના સર્કલો નાના બનાવવા સહિતની કામગીરી કરવામાં આવી છે જેનો મૂળ ઉદ્દેશ્ય ટ્રાફિક નું ભારણ ઘટાડવા તથા અકસ્માતના બનાવો પર અંકુશ આવે તે માટે છે પરંતુ બીજી તરફ શહેરના આંતરિક રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી.

શહેરમાં જ્યાં જ્યાં રોડ પહોળા કરવામાં આવ્યા હતા તે રોડ પર અગાઉ કરતાં વધુ દબાણો થયા છે તેની પાછળનું કારણ પાલિકા તંત્ર દ્વારા રોડ તો પહોળા બનાવાયા પરંતુ તે રોડ પર ટ્રાફિક ના નિયમો, પાર્કિંગ ના નિયમોનું પાલન ન કરાવતા આજે સ્થિતિ એ બની છે કે અગાઉના રોડ કરતા હવે નવા પહોળા બનાવેલ રોડ પર ટ્રાફિક ની સમસ્યા વધી છે સાથે જ અકસ્માતના બનાવો પણ વધી ગયા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત ઉમા ચારરસ્તા થી બાપોદ બાયપાસ સુધીનો રોડ પહોળો કરાયો રોડના બંને તરફ લોકોને ચાલવા માટે પેવર બ્લોક સાથે ફૂટપાથ પણ બનાવ્યો પરંતુ આ રોડ પર લોકોએ આડેધડ વાહનો પાર્કિંગ,લારી ગલ્લા પથારાઓના દબાણો ઉભા કરી દીધા જેના કારણે અગાઉ કરતાં ટ્રાફિક ની સમસ્યા વકરી છે તથા અકસ્માતના બનાવો પણ વધ્યા છે. અહીં ચારરસ્તા પર સીસીટીવી કેમેરા લાગેલા છે પરંતુ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને આ આડેધડ દબાણો નજરે પડતાં નથી જેથી શહેરના આંતરિક રસ્તાઓ પર રોડ પહોળા કર્યા બાદ વધુ ટ્રાફિક સમસ્યા ઉભી થઈ છે ત્યારે હવે સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરતા પાલિકા ના અધિકારીઓનું વધુ એક બુદ્ધિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.શાસકો પાકિઁગ પોલીસી અને દબાણો દૂર કરીને ટ્રાફિક ના થાય તેના માટે રોડ ખુલ્લા કરવાની મોટી મોટી વાતો કરે છે અને બીજી બાજુ પાલિકા ધ્વારા લાલ કોર્ટ થી દાંડિયા બજાર તરફ સુરસાગરની સામેની બાજુ જ્યાં દરરોજ કાર પાકિઁગ થતું હોય છે તે વોલ ટુ વોલ રોડ ઉપર હવે ત્રણ થી ચાર ફૂટનો ફૂટપાથ બનાવવામાં આવી રહ્યો છે આ રોડ ઉપર આમ પણ રોડ ઉપર બંન્ને બાજુ ફોર વ્હીલર,ટુ વ્હીલર પાકિઁગ ના કારણે સાંજે ટ્રાફિક તો હોય છે તેમાંય હવે આ ફૂટપાથ બનાવવાથી જે પાકિઁગ છે તે ૪-૫ ફૂટ જેટલુ રોડ તરફ થશે એટલે વાહન વ્યવહાર માટે રોડ સાંકડો થશે આવી રીતે કામગીરી કેમ કરવામાં આવે છે તે જ સમજાતુ નથી આવી જ પરિસ્થિતિ હાલમાં પદમાવતી સામે થઇ છે કે, જ્યા નવી રેલીંગ ફૂટપાથથી બહાર ૧-૨ ફૂટ લગાવી છે એટલે ત્યાં થતું પાકિઁગ એટલુ બહાર રોડ તરફ થવા લાગ્યુ છે . મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્થાઇ સમિતિના ચેરમેને આ બાજુ થઇને જાય અને જનતાના વેરાની ગાડી માંથી નજર બહાર કાઢીને જુએ કે પરિસ્થિતિ શું છે. સંસ્કારી નગરીના નાગરિકોએ માત્ર તમને ગાડીમાં ફરવા માટે મત નથી આપ્યા પરંતુ સમસ્યાઓના નિકાલ અને સુવિધાઓમાં સુધારો અને વધારો થાય તેના માટે મત આપ્યા છે.

Reporter: admin







