News Portal...

Breaking News :

રવિવારે અષાઢ સુદ અગિયારસે વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે

2025-07-03 14:49:27
રવિવારે અષાઢ સુદ અગિયારસે વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે


વડોદરા: શહેરના માંડવી વિસ્તારમાંથી રવિવારે અષાઢ સુદ અગિયારસે માંડવી વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે. ત્યારે વરઘોડાના રથને ગુરુવારે બહાર કાઢવામાં આવશે અને તેની સફાઈ બાદ તેને વિવિધ વસ્તુઓથી સુશોભિત કરવામાં આવશે.



શહેરમાં પરંપરા મુજબ અષાઢ સુદ અગિયારસના રોજ માંડવી ખાતે આવેલા ગાયકવાડી સમયના વિઠ્ઠલનાથજી મંદિરમાંથી વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે. આ પ્રસંગને પગલે ગુરુવારે વરઘોડાના રથને બહાર કાઢવામાં આવશે અને આ રથનો શણગાર શરૂ કરવામાં આવી આ આખો રથ ફોલ્ડીંગ છે. જેથી રથના અલગ-અલગ ભાગોને ગુરુવારે અરીઢાના પાણી દ્વારા સાફ કરવામાં આવશે. રથના સુકાયા બાદ શુક્રવારે બપોરે 12 વાગે આ રથને ફીટ કરવામાં આવશે. 


અંદાજીત 3 કલાક બાદ રથને જોડીને સુશોભીત કરવામાં આવશે. રવિવારે માંડવી વિઠ્ઠલનાથજીના મંદિરમાંથી વરઘોડો નીકળશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગાયકવાડી પરિવારના ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિરમાંથી રથનો પરંપરાગત રીતે વરઘોડો કાઢવામાં આવશે જેમાં ગાયકવાડી પરિવાર, શહેરીજનો, ભક્તો અને રાજકિય નેતાઓ પણ જોડાશે.

Reporter: admin

Related Post