વડોદરા : શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિઘ્નેશ્વર ગણપતિ મંદિર પરિસરમાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયુષ મંત્રાલય ભારત સરકાર ના આયુર્વેદ વિભાગ દ્વારા વોર્ડ નં.17 માં યુથ કોંગ્રેસ ના પ્રમુખ પાર્થ પટેલના સહયોગથી શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિઘ્નેશ્વર ગણપતિમંદિર પરિસર ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પેટ સંબંધિત સમસ્યાઓ જેવા કે ગેસ, અપચો, એસિડિટી, કબજિયાત તથા સાંધાના રોગો,કમરની તકલીફ, ચામડીના રોગો, શરદી ઉધરસ,,દમ, ડાયાબિટીસ, મેલેરિયા, અશક્તિ,સ્ત્રી રોગ,બાળ રોગ,હરસ મસા, પથરી,લોહિની ઉણપ, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો, નાના બાળકો માટે સુવર્ણપ્રાશન તથા જૂના હઠીલા રોગોની તપાસ સાથે આયુર્વેદ પધ્ધતિ થી ઉપચાર અને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી.આ કેમ્પસમાં વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.



Reporter: admin







