વડોદરા : ડોક્ટર ડે નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના સંયુક્ત ઉપક્રમે સેવાભાવી ડોક્ટરનો સન્માન સમારંભ યોજાયો હતો.

સમગ્ર ભારતમાં 200થી વધુ પોતાની શાખા ધરાવતું અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને કોઈ દેશોમાં પોતાનો સેવાકીય પ્રવૃત્તિ તે જાણીતું એવા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના સંયુક્ત ઉપક્રમે તબીબોનો સન્માન સમારંભનો આયોજન કરવામાં આવ્યું હતું.લાખો લોકોની જિંદગી ને ફરી ધબકતું કરતા એવા સેવાભાવી દેવદૂતોનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા તેમજ લાયન્સ ક્લબ વડોદરા ઇન્ટરનેશનલ દ્વારા સન્માન કરવામાં આવ્યું . વડોદરાના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઓડિટોરિયમ ખાતે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 થી વધુ તબીબોનો સન્માન કરવામાં આવ્યું ત્યારે મોસ્ટ આઈકોનિક પર્સનાલિટી એવોર્ડ 202526 નો એવોર્ડ ડોક્ટર મિતેશ સી.શાહ જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ના પ્રમુખ પણ છે તેઓને એનાયત કરવામાં આવ્યો હતો.

જ્યારે વિવિધ કેટેગરીમાં જેમાં મોસ્ટ ડાયનેમિક ડોક્ટર એવોર્ડ દર્શન બેન્કર, ડોક્ટર ભીખુભાઈ પટેલ, ડોક્ટર ગીતિકા મદન પટેલ, ડોક્ટર મહેશ બી પટેલ, ડોક્ટર મનસુખભાઈ શાહ, ડોક્ટર અશ્વિન શાહને એનાયત કરવામાં આવ્યો જ્યારે મોસ્ટ એમિનેન્ટ ડોક્ટર એવોર્ડ ડોક્ટર નૂતન શાહ, ડોક્ટર નિરંજનાબેન શાહ, ડોક્ટર બી.જે બ્રહ્મભટ્ટ, ડોક્ટર રેશમી બેનર્જી, ડોક્ટર રાકેશ શાહ, ડોક્ટર મિત્તલ પટેલ, ડોક્ટર મોનિકા જેઠાણી, જીતેન્દ્ર જેઠાણી, ડોક્ટર સુજાતા મોદીને એનાયત કરવામાં આવ્યો હતો. નોંધણીયા બાબત છે કે, 1 જુલાઈ ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે જ્યારે 1 જુલાઈના રોજ વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો પણ ફાઇનાન્સિયલ વર્ષની શરૂઆત થાય છે ત્યારે, આ બંને સંસ્થાના દિવસ હોવાથી સમાજમાં દર્દીઓની સેવા કરતા ડોક્ટરો ની સમજ સેવા પણ અગ્રેસર રહે તેવા હેતુ સાથે વિશ્વની સૌથી મોટી નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે ડોક્ટરોનો મનોબળ વધે તેમ જ પ્રોત્સાહન વધે તેવા હેતુ સાથે આ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.



Reporter: admin







