News Portal...

Breaking News :

વિશ્વેશ્વરી ભારતી બાપુ તેમજ ઋષિ ભારતી બાપુને આશ્રમના શિષ્યથી મુકત કરાયા

2024-09-01 21:13:24
વિશ્વેશ્વરી ભારતી બાપુ તેમજ ઋષિ ભારતી બાપુને આશ્રમના શિષ્યથી મુકત કરાયા


અમદાવાદ : સરખેજમાં આવેલ ભારતી આશ્રમમાં ફરી વિવાદના વાદળો ઘેરાયા છે,આજે વિશ્વેશ્વરી ભારતી બાપુ તેમજ ઋષિ ભારતી બાપુને આશ્રમના શિષ્યથી મુકત કરાયા છે.


હરિહરાનંદ બાપુએ શુક્રવારે ભારતી આશ્રમ પહોંચી ગાદી પર સ્થાન લઈ લીધુ છે,તો સ્થાન લીધા બાદ ભારતી આશ્રમની ગાદી પર બન્ને શિષ્યને પદ પરથી હટાવવા નિર્ણય લીધો છે.સરખેજમાં આવેલ ભારતી આશ્રમ ફરી વિવાદમાં આવ્યો છે,જગતગુરૂ 1008 જગતગુરુ 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરો સાથે જૂનાગઢથી આવી સરખેજના આશ્રમ પર કબજો કરી લીધો હતો.પોલીસને લઈ અને કોર્ટના ઓર્ડર સાથે તેઓ પોતાના સમર્થકોની હાજરીમાં મુખ્ય ગાદી પર બિરાજમાન થયા હતા.


બીજી તરફ અત્યારસુધી આશ્રમનો વહીવટ કરતા ઋષિભારતી બાપુ ગઈકાલથી બહાર નિકળી ગયા છે.જગતગુરુ મહામંડલેશ્વર 1008 ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ સરખેજના ભારતી આશ્રમ પર સંચાલનને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ભારતી બાપુએ સ્થાપેલા ચાર આશ્રમો પૈકી ત્રણ આશ્રમનો વહીવટ હરિહરાનંદ બાપુ કરે છે, પરંતુ સરખેજ આશ્રમનો વહીવટ ઋષિ ભારતી દ્વારા કરવામાં આવતો હતો. હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુ પર ખોટું વસિયત નામું રજૂ કરવાના પણ આક્ષેપો કર્યા હતા. 5 સપ્ટેમ્બરે આશ્રમમાં ભંડારાનું આયોજન કરાયું હોવાથી સમગ્ર વિવાદ વધુ વકર્યો હતો.

Reporter: admin

Related Post