વડોદરા : આજવા સરોવરમાં વધુ પાણીની આવક થવાથી વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ પેદા ન થાય તે માટે ગત રાત્રે પાણી છોડવામાં આવ્યું છે.

આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કાલાઘોડા બ્રિજની લીધી મુલાકાત લીધી હતી.રવિવાર સાંજે ૬ વાગે કાલાઘોડા બ્રિજ નીચે વિશ્વામિત્રીના જળસ્તર 18.70 ફૂટે વહ્યા છે.આજવા સરોવર અને પ્રતાપપુરા ડેમમાં પાણીની આવક થતા વિશ્વામિત્રી નદીમાં ડાયવર્ટ કરાયુ છે.આજવાની સપાટી સાંજે ૬:૨૦ વાગે ૨૧૧. ૭૯ ફૂટ નોંધાઈ હતી.

જયારે કલાઘોડા બ્રિજ નીચે સપાટી ૧૮. ૭૦ ફૂતે વહી રહી હતી.આજે ઓરેન્જ અને આવતીકાલે વડોદરામાં રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે.મ્યુનિ. કમિશનર રહીશોને તકલીફ ના પડે તે માટે બાજ નજર રાખી રહ્યા છે.આજવા સરોવરમાં વધુ પાણીની આવક થવાથી વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ પેદા ન થાય તે માટે ગત રાત્રે પાણી છોડવામાં આવ્યું છે.



Reporter: admin







